IND vs ENG: ઇંગ્લેન્ડે ભારતને જીત માટે 133 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જોસ બટલરે ટીમ માટે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા. હેરી બ્રુકે 17 રનની ઇનિંગ રમી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહીં. આર્ચર 12 રન બનાવીને આઉટ થયો. આદિલ રશીદ 8 રન બનાવીને અણનમ રહ્યો. આ રીતે આખી ટીમ 20 ઓવરમાં 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.


 






ભારત તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી. ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી. અર્શદીપ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ લીધી.


આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય અસરકારક સાબિત થયો કારણ કે ઇંગ્લેન્ડના બંને ઓપનર (ફિલ સોલ્ટ અને બેન ડકેટ) 17 રનના સ્કોર પર પેવેલિયનમાં પાછા ફર્યા હતા. કેપ્ટન જોસ બટલરે હાર ન માની અને 68 રન બનાવીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. છેલ્લી ઓવરોમાં, આદિલ રશીદ અને જોફ્રા આર્ચરે મળીને 21 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડનો સ્કોર 130 રનથી વધુ લઈ ગયા.


ભારત દ્વારા ઘાતક બોલિંગ
ભારતીય બોલરોએ શરૂઆતથી જ ઇંગ્લેન્ડના બેટ્સમેન પર દબાણ બનાવ્યું. અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં ફિલ સોલ્ટને શૂન્ય રન પર આઉટ કર્યો અને તેના સ્પેલની આગામી ઓવરમાં બેન ડકેટને પણ આઉટ કર્યો. ઈંગ્લેન્ડની ટીમની હાલત એટલી ખરાબ હતી કે તેણે 100 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોસ બટલર, હેરી બ્રુક અને જોફ્રા આર્ચર સિવાય, ઇંગ્લેન્ડના અન્ય 8 બેટ્સમેન રનના સંદર્ભમાં બે આંકડાનો આંક પણ સ્પર્શી શક્યા નહીં.


આ ઇનિંગ જોસ બટલર માટે ખાસ હતી જેમણે 68 રન બનાવતા 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે તેણે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં ભારત સામે 500 રનનો આંકડો પાર કરી લીધો છે. ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયા સામે આ તેની પાંચમી અડધી સદીની ઇનિંગ હતી.


ભારતની  પ્લેઇંગ-11


સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ.


ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11


જોસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.


આ પણ વાંચો....


IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે આ ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી