Alastair Cook Retirement: ઇંગ્લેન્ડના લીડીંગ ટેસ્ટ રન-સ્કોરર અને પોતાના સમયના ધાકડ બેટ્સમેનોમાના એક ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કુકે વર્ષોથી ઈંગ્લેન્ડ માટે બેટિંગની શરૂઆત કરી હતી. જો કે, તેણે સપ્ટેમ્બર 2018 માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે ઈંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં રમી રહ્યો હતો. હવે 38 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. એલિસ્ટર કૂક ટેસ્ટ ફોર્મેટમાં દસ હજાર રન બનાવનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન પણ છે.


 






ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન એલિસ્ટર કૂકે શુક્રવારે તમામ પ્રકારની વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કુકની ગણતરી ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ખેલાડીઓમાં થાય છે. તેના નામે આ રમતના ઘણા મોટા રેકોર્ડ પણ છે. 38 વર્ષીય ડાબોડી બેટ્સમેને 2018માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ ત્યારથી તેણે એસેક્સ સાથે વધુ 5 સીઝન રમી છે.


ક્રિકેટ મારા માટે કામ કરતાં વધુ છે - કૂક
કુકે એક નિવેદનમાં કહ્યું,અલવિદા કહેવું સહેલું નથી. ક્રિકેટ મારા માટે કામ કરતાં ઘણું વધારે છે. તેનાથી મને એવી જગ્યાઓનો અનુભવ કરવાની મંજૂરી મળી છે જ્યાં મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું જઈશ. તેણે કહ્યું, 8 વર્ષની ઉંમરથી લઈને અંડર-11થી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધીની સફર મારા માટે ખૂબ જ આનંદદાયક રહી છે. હું ગર્વ અને મિશ્રિત દુખની લાગમી સાથે મારી ક્રિકેટ કારકિર્દીનો અંત કરી રહ્યો છું.


 






કુક ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી સફળ બેટ્સમેન છે
કુક ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કુકના નામે 161 ટેસ્ટમાં 45.35ની એવરેજથી 12,472 રન છે. જેમાં 33 સદી અને 57 અડધી સદી સામેલ છે. કુક સિવાય ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો કોઈ બેટ્સમેન ટેસ્ટમાં 12,000 રન બનાવી શક્યો નથી. ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં જો રૂટ (11,416) બીજા સ્થાને અને ગ્રેહામ ગૂચ (8,900) ત્રીજા સ્થાને છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial