નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતનો હવે આગામી મહિને ટેસ્ટમાં મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ગઈકાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના બે ધૂરંધર ક્રિકેટરનો ફરી સમાવેશ કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો હતો. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં હિસ્સો રહેલા મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.



ચેતન શર્માની આગેવાનીમાં નવી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ તરત જ આગામી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પ્રથમ બે મેચો માટે પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ ટીમમાં સામેલ કરવાથી બાકાત રાખવામાં આવ્યો છે. ઓપનર પૃથ્વી શૉને પણ જગ્યા નથી મળી.

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિ જીતથી ગદગદ થયો આ ભારતીય ખેલાડી, વારાણસીમાં કાલ ભૈરવના કર્યા દર્શન

જલપાઈગુડીઃ પથ્થરથી ભરેલો ટ્રક કાર અને વેન પર પલટ્યો, 13 લોકોના મોત