George McMenemy bowling action: ક્રિકેટની રમત દુનિયાભરમાં લોકપ્રિય થઇ છે. ઘણીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની સાથે સાથે ઘરેલુ અને ગલી ક્રિકેટના એવા વીડિયો વાયરલ થાય છે, જેને જોવા એકદમ ફની લાગે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બૉલર એકદમ વિચિત્ર સ્ટાઇલ સાથે બૉલિંગ કરી રહ્યો છે. જુઓ અજીબોગરીબ બૉલિંગ એક્શન વાળો બૉલર.......
સોશ્યલ મીડિયા આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ બૉલરની એક્શન એકદમ વિચિત્ર છે, લોકો જાણવા માંગે છે કે આ કઇ એક્શન છે. આ બૉલરનુ નામ છે. જૉર્જ મેકમેનેમી (George McMenemy), આ મેચ ઇંગ્લેન્ડ વિલેજ ક્રિકેટની છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, જૉર્જ મેકમેનેમી (George McMenemy) બૉલ નાંખતા પહેલા ડાન્સ કરે છે, અને થોડાક સ્ટેપ્સ લીધા બાદ પોતાના હાથોમાંથી બૉલ ફેંકે છે, આ બૉલ બેટ્સમેનને પણ ખબર નથી પડતો. ખાસ વાત છે કે, બૉલર કહે છે કે મને ક્રિકેટ ગમે છે, પણ હું દુનિયાનો સૌથી ખરાબ બૉલર છું......
સોશ્યલ મીડિયા પર પોતાની બૉલિંગ એક્શન સાથે જૉર્જ મેકમેનેમીએ (George McMenemy) વીડિયો શેર કરતા લખ્યું- દોસ્તો હું મુર્ખ હોઇ શકુ છું, હું દુનિયાનો સૌથી ખરાબ ક્રિકેટર હોઇ શકુ છું, પણ આ રમતે મારો જીવ બચાવ્યો છે, મારા માનસિક સ્વાસ્થ્યને સમૃદ્ધ કર્યુ છે અને મને ફરી એકવાર ખુશ રહેવાનો મંચ આપ્યુ છે. મારી માંને સ્વર્ગમાં ગૌરવ અનુભવાય, ક્રિકેટ આઇ લવ યૂં......
આ પણ વાંચો.........
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ
India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક