Rishabh Pant England vs India, 3rd T20I Nottingham: ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે નોટિંગહામમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ભારત માટે 50 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. જોકે, આ મેચ પંત માટે સારી સાબિત થઈ ન હતી અને તે માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.


ઋષભ પંત ભારત માટે 50 કે તેથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 14મો ખેલાડી બન્યો છે. આ દરમિયાન તેણે 768 રન બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પંતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 65 રન છે. તેણે આ ફોર્મેટમાં 3 અડધી સદી ફટકારી છે. જો કે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. બીજી મેચમાં તેણે 26 રન બનાવ્યા હતા. જ્યારે ત્રીજી મેચમાં માત્ર એક જ રન બનાવી શકાયો હતો.


નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 128 મેચ રમી છે. જ્યારે વિરાટ કોહલી 99મી મેચ રમી રહ્યો છે. આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે. ધોનીએ 98 મેચ રમી હતી. સુરેશ રૈના 78 મેચ સાથે ચોથા સ્થાન પર છે.






આ પણ વાંચોઃ


Poster War:ગુજરાત ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામી વર્ચસ્વની લડાઈ, જાણો સંપૂર્ણ વિગત


IND vs PAK: T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાની તમામ ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ


Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં કકળાટ! આ દિગ્ગજ નેતા 3 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે