વર્લ્ડકપ ટીમમાં નહોતું મળ્યું સ્થાન, આયરલેન્ડ સામે પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડના આ બોલરે કરી શાનદાર વાપસી

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 31 Jul 2020 06:21 PM (IST)

આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી ફાસ્ટ બોલર ડેવિડ વિલેએ ઈંગ્લેન્ડની જીત માટે મહત્વની ભૂમિક ભજવી હતી.

NEXT PREV
આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી ફાસ્ટ બોલર ડેવિડ વિલેએ ઈંગ્લેન્ડની જીત માટે મહત્વની ભૂમિક ભજવી હતી. ડેવિડ વિલેને ગત વર્ષ છેલ્લી ઘડીએ વર્લ્ડકપ ટીમમાંથી બહાર થયા બાદ ફરી તક મળશે તેનો વિશ્વાસ નહોતો. વિલેને વર્લ્ડકપ પહેલા જ ટીમમાંથી બહાર કરી દીધો હતો અને તેની જગ્યાએ જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કર્યો હતો.

વિલેએ ગુરુવારે રાતે રમાયેલી મેચમાં પોતાના કેરિયરમાં પહેલાવીર પાંચ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી. મેચ બાદ વિલેએ કહ્યું,


હું ચાર વર્ષથી ટીમનો હિસ્સો હતો, તેથી છેલ્લી ઘડીએ વર્લ્ડકપની ટીમમાંથી બહાર થઈ જવું મારા માટે મુશ્કિલ હતું.મારા માટે આ મેદાન પર જઈને દરેક ક્ષણનો આનંદ લેવાની વાત છે. દરેક તક છેલ્લી તક હોઈ શકે છે. હું મારી સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવા માંગુ છું. આશા છે કે પરિણામ આવતા રહેશે. -


કોરોના કાળમાં આજે લગભગ 129 દિવસ બાદ વનડે ક્રિકેટની વાપસી થઇ રહી છે. ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી મેચ સાથે વર્લ્ડકપ સુપર લીગની શરૂઆત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે જીત મેળવીને વર્લ્ડકપ સુપર લીગમાં 10 પોઈન્ટ મેળવી લીધા છે. આ લીગમાં ટોપ 7 ક્રમાંક પર રહેનારી ટીમને 2023 વર્લ્ડકપમાં સીધી એન્ટ્રી મળશે।

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.