Top Scoring for team in Tests: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ આજકાલ શાનદાર ફોર્મમાં છે. તેની ધમાકેદાર બેટિંગ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં પણ યથાવત રહી. તેને છેલ્લા અઢી વર્ષમાં કુલ 10 સદીઓ ફટકારીને ધમાલ મચાવી દીધી છે. 2020 થી અત્યાર સુધી FAB4 માં તે પોતાની ટીમ માટે સૌથી વધુ વાર સર્વાધિક રન બનાવી ચૂક્યો છે. રૂટે 16 વાર ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સર્વાધિક રન બનાવ્યા છે. વળી, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી ત્રણેય મળીને 10 વાર આવુ કર્યુ છે. 


જાન્યુઆરી 2020 થી રૂટનુ પ્રદર્શન - 
જાન્યુઆરી 2020થી અત્યાર સુધી જૉ રૂટે 30 ટેસ્ટ મેચોની 56 ઇનિંગોમાં 54.51ની એવરેજ અને 57.15 ની સ્ટ્રાઇક રેટથી 2835 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 10 સદીઓ અને 8 ફિફ્ટી ફટકારી છે. આ દરમિયાન રૂટનો સર્વાધિક સ્કૉર 
228 રન રહ્યો. છેલ્લા અઢી વર્ષોમાં રૂટે એટલા રન ફટકાર્યા છે કે તેને FAB4 ના ત્રણ અન્ય ખેલાડીઓને પાછળ પાડી દીધા છે. 




ત્રણ અન્ય ખેલાડીઓનુ પ્રદર્શન -
ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસને 2020 થી અત્યાર સુધી 9 ટેસ્ટ મેચો રમી છે, તેની 15 ઇનિંગોમાં 65.00 ની એવરેજ અને 49.86ની સ્ટ્રાઇક રેટથી 910 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 3 સદી અને 2 ફિફ્ટી પણ ફટકારી છે.


વળી, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2020 થી અત્યાર સુધી 17 ટેસ્ટની 30 ઇનિંગોમાં 28.03 ની એવરેજ અને 42.41ની સ્ટ્રાઇક રેટથી 841 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 6 ફિફ્ટી ફટકારી છે.


સ્ટીવ સ્મિથે 2020 થી અત્યાર સુધી 13 ટેસ્ટ મેચોમાં 42.30 થી 846 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 7 ફિફ્ટી અને 1 સદી ફટકારી છે. 


આ પણ વાંચો...... 


HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર


ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી


આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર


Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર


ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?