Social Media Memes On Virat Kohli: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન હશે. જોકે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને કેએલ રાહુલને ટી20 ટીમમાં જગ્યા મળી છે. પરંતુ તે પહેલા આ બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.
આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આર અશ્વિન ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે આર અશ્વિન વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની યોજનાનો ભાગ છે. આ પહેલા રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને ઋષભ પંતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ રોહિત શર્મા સિવાય હાર્દિક પંડ્યા અને રિષભ પંતની ટી-20 શ્રેણીમાં વાપસી થઈ છે.
વિરાટ કોહલી પર બન્યા ફની મીમ્સ
જો કે, વિરાટ કોહલીનું નામ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ માટે બનેલી ટીમ ઈન્ડિયામાં નથી. વિરાટ કોહલી ઘણા લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વિરાટના ખરાબ પ્રદર્શનને કારણે તે અવાર-નવાર ચર્ચામાં આવતો હોય છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન ના મળતાં સોશિયલ મીડિયા પર લોકોએ ફની મીમ્સ બનાવીને મજેદાર રિએક્શન આપ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.