Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: આઈપીએલ 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મતલબ કે આજે મિચેલ સ્ટાર્ક અને વિરાટ કોહલી આમને-સામને ટકરાશે.


 






નોંધનીય છે કે IPLના ઈતિહાસમાં પહેલીવાર આ બંને દિગ્ગજો આમને-સામને થશે. વાસ્તવમાં, આ પહેલા મિચેલ સ્ટાર્ક ચોક્કસપણે IPLમાં રમી ચૂક્યો છે, પરંતુ તે વિરાટની ટીમ RCBનો જ ભાગ હતો. જોકે, આ વખતે તે કોલકાતામાં છે. આવી સ્થિતિમાં, કોહલી અને સ્ટાર્ક આ લીગમાં પ્રથમ વખત જોવા મળશે.


કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો હતો


તમને જણાવી દઈએ કે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. આઈપીએલ 2024ની હરાજીમાં તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે વિરાટ કોહલી શરૂઆતથી RCB ટીમનો ભાગ છે. જો કે, ચાહકો કોહલી અને સ્ટાર્ક વચ્ચેની ટક્કર જોવા માટે ઉત્સુક છે.


 




સ્ટાર્ક ટી20માં વિરાટને ક્યારેય આઉટ કરી શક્યો નથી


તમને જાણીને નવાઈ લાગશે કે મિચેલ સ્ટાર્ક ક્યારેય ટી20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીને આઉટ કરી શક્યો નથી. આ બંને દિગ્ગજો T20 ઇન્ટરનેશનલમાં 5 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન કોહલીએ સ્ટાર્ક તરફથી 28 બોલમાં 47 રન બનાવ્યા હતા. કિંગ કોહલી ઘણીવાર ડાબા હાથના ફાસ્ટ બોલરોની સામે મુશ્કેલીમાં જોવા મળ્યો છે, પરંતુ સ્ટાર્કની સામે તે અલગ લયમાં જોવા મળી રહ્યો છે.


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન- વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.


ઈમ્પેક્ટ પ્લેયર- મહિપાલ લોમરોર


કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.


ઈમ્પેક્ટ પ્લેયર- સુયશ શર્મા.