નવી દિલ્હીઃ કોરોનાના કારણે દુનિયાભરની ક્રિકેટ રોકાઇ ગઇ છે, પણ જ્યારે પરિસ્થિતિ સામાન્ય થાય અને ક્રિકેટ શરૂ થાય ત્યારે આઇસીસી કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે. આઇસીસીનો એક પ્રસ્તાવ એવો છે, જેમાં બૉલ પર થૂંક કે પરસેવો લગાવીને ચમકાવવા પર રોક લગાવવામાં આવશે.

આઇસીસીના આ નવા પ્રસ્તાવ પર વિરોધ પેદા થયો છે. આઇસીસીના મતે મેદાન પર ખેલાડી કે બૉલર થૂંક કે પરસેવો લગાવીને બૉલ પરની શાઇનિંગ ઓછી નહીં કરી શકે, આઇસીસી માને છે કે બૉલ આર્ટિફિશિયલ શાઇનર અને પૉલીસ રહેવી જોઇએ. જોકે આ વાતને કોરોના સાથે પણ જોડવામાં આવી રહી છે.

આઇસીસીના આ નિયમ સામે ક્રિકેટના પૂર્વ દિગ્ગજ બૉલરોએ નારાજગી વ્યક્ત કરી છે, જેમાં માઇકલ હૉલ્ડિંગ, વકાર યૂનુસથી લઇને નેહારા અને હરભજન સામેલ છે.

ઇએસપીએન ક્રિક ઇન્ફો સાથે વાતચીત કરતાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બૉલર માઇકલ હોલ્ડિંગનુ માનવુ છે કે આની પાછળ આઇસીસીનુ તર્ક બિલકુલ નથી સમજાતુ. આનાથી કોરોનાના ખતરાને કંઇ લેવાદેવા નથી.



ઇએસપીએન ક્રિક ઇન્ફો સાથે વાતચીત કરતાં રિવર્સ સ્વિંગના માસ્ટર વકાર યુનુસે પણ નારાજગી દર્શાવી છે. તેને કહ્યું કે બૉલ પર થૂંક કે પરસેવો લગાવવો સ્વાભાવિક છે. બૉલરને આની આદત હોય છે, આના પર રોક લગાવવી યોગ્ય નથી.

આ ઉપરાંત આઇસીસીના પ્રસ્તાવને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર આશિષ નેહરા અને સ્પિનર હરભજન સિંહ પણ ખોટો ઠેરવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ ફરીથી જ્યારે ક્રિકેટ ગતિવિધિઓ શરૂ થશે ત્યારે આ નિયમ લાવવામાં આવી શકે છે, હાલ આઇસીસી આ નિયમ પર પ્રસ્તાવ મુકી ચૂકી છે.