નવી દિલ્હી: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા યજમાન ઈંગ્લેન્ડ સાથે એક ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ રમશે. ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે. ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ ગુરુવાર (23 જૂન)થી ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લિસેસ્ટરશાયર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમવાની છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાના ચાર સ્ટાર્સ લિસેસ્ટરશાયર તરફથી રમશે. ઋષભ પંત, ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા લિસેસ્ટરશાયરની ટીમ તરફથી રમશે.


ભારતીય ટીમ ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી જ્યાં કોરોનાને કારણે પાંચમી મેચ રદ્દ કરવી પડી હતી. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. લિસેસ્ટરશાયરની ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓના સમાવેશ સાથે ટીમ ઈન્ડિયાના તમામ સભ્યોને ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા પૂરતી મેચ પ્રેક્ટિસ કરવાની તક મળશે. વર્કલોડ મેનેજમેન્ટને જોતા બંને ટીમમાંથી 13-13 ખેલાડીઓ રમશે.


નવદીપ સૈની નેટ બોલર તરીકે જોડાશે


ભારતીય પસંદગીકારોએ નવદીપ સૈની, કમલેશ નાગરકોટી અને સિમરજીત સિંહને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં નેટ બોલર તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. સૈની અને નાગરકોટી આ સમયે ટીમ સાથે છે. જ્યારે સિમરજીત સિંહ ટૂંક સમયમાં જોડાઇ જશે.


ભારત અને લિસેસ્ટરશાયર પ્રેક્ટિસ મેચ 23 થી 26 જૂન વચ્ચે રમશે. પ્રેક્ટિસ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.


લિસેસ્ટરશાયરની ટીમ


સેમ્યુઅલ ઇવાન્સ (કેપ્ટન), રેહાન અહમદ, સેમ્યુઅલ બૈટ્સ, નાથન બોલી, વિલી  ડેવિસ, જો એવિસન, લૂઇસ કિંબર, એવિડિને સ્કંદે, રોમન વાલકેર, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા


ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, શ્રીકર ભરત (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.