Hardik Pandya: IPL 2022ની શરૂઆત પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઇને અનેક પ્રકારના સવાલો ઉભા થયા હતા. તેના ભવિષ્યને લઇનેદ દિગ્ગજો અનેક પ્રકારના સવાલો કરી રહ્યાં હતા. પરંતુ આ ખેલાડીએ આઇપીએલની 15મી સિઝનમાં ખુદને એવી રીતે સાબિત કરી દીધો કે બધા ચોંકી ગયા. તેને પોતાના ટીકાકારોને જબરદસ્ત રીતે જવાબ આપ્યો છે.
આઇપીએલની આ સિઝનમાં પંડ્યાએ બેટ અને બૉલ બન્નેથી કમાલ કર્યો છે અને આનુ તેને મોટુ ઇનામ મળ્યુ છે. સાઉથ આફ્રિકા સામે 5 ટી20 મેચોની સીરીઝ માટે તેને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. સાથે જ કહેવાઇ રહ્યું છે કે ભારતના આયરલેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન હશે. મીડિયા રિપોર્ટમાં બતાવવામા આવી રહ્યું છે કે આ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાના નામ પર ચર્ચા ચાલી રહીછે.
આયરલેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યા હશે કેપ્ટન -
સાઉથ આફ્રિકા વિરુદ્ધ આગામી ટી20 સીરીઝ બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે, પરંતુ તે દરમિયાન ભારતીય ટીમ આયરલેન્ડ વિરુદ્ધ 2 ટી20 મેચોની સીરીઝ રમશે. આયરલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ 26 જુન અને 28 જુને 2 ટી20 મેચો રમશે. આ બન્ને ટી20 મેચો ડબલિનમાં રમાશે.
ખરેખરમાં એવુ માનવામાં આવી રહ્યું છે કે આયરલેન્ડ વિરુદ્ધ સીરીઝમાં કેટલાય મોટા ખેલાડીઓ ભારતીય ટીમનો ભાગ નહીં રહે. આવામાં હાર્દિક પંડ્યાને આ પ્રવાસ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સાથે જ આ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ પણ હાજર નહીં રહે, આવામાં NCA ના હેડ વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમની સાથે જશે, અને કૉચની જવાબદારી સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 એટલે કે આઇપીએલની 15મી સિઝનમાં પહેલાવીર આઇપીએલ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવીને મેદાનમાં ઉતાર્યો હતો, આવામાં હાર્દિકે પોતે અને ટીમ સાથે જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમને આઇપીએલની ફાઇનલમાં પહોંચાડી દીધી છે. આ જ વાતનુ તેને ઇનામ મળી શકે છે.
આ પણ વાંચો.........
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો
સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં