GT vs RR: રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી ગુજરાત ટાઈટન્સે પોઈન્ટ ટેબલમાં માર્યો મોટો કુદકો

GT vs RR Highlights: ગુજરાત જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું. આ IPL 2025 માં ગુજરાતનો એકંદરે ત્રીજો વિજય છે.

Continues below advertisement

GT vs RR Highlights: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, રાજસ્થાન શરૂઆતના ધબડકામાંથી બહાર આવી શક્યું નહીં અને 58 રનથી મેચ હારી ગયું. કેપ્ટન સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણા સહિત અન્ય બેટ્સમેન નિષ્ફળ ગયા. હેટમાયરે 32 બોલમાં 52 રનની તોફાની ઇનિંગ રમી.

Continues below advertisement

 

ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી
આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 218 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાએ 12 રનના સ્કોરથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલ 6 રન બનાવી શક્યો અને નીતિશ ફક્ત 1 રન બનાવી શક્યો. સંજુ સેમસન અને રિયાન પરાગે મળીને 48 રન ઉમેર્યા, પરંતુ પરાગ 14 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. આવી સ્થિતિમાં, જ્યાં ટીમ ધ્રુવ જુરેલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી રહી હતી, ત્યાં તેના બેટમાંથી ફક્ત 5 રન જ આવ્યા.

રાજસ્થાનની ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ દરમિયાન સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે 48 રન ઉમેર્યા, પરંતુ જ્યારે ટીમ જીતની આશા રાખવા લાગી ત્યારે જ સેમસન 41 રન બનાવીને આઉટ થઈ ગયો. 116 રનના સ્કોર સુધીમાં રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી, હેટમાયર થોડો સમય ક્રીઝ પર રહ્યો, પરંતુ અન્ય બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા.

સુદર્શનની અડધી સદી હેટમાયરના તોફાન સામે ભારે પડી
ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શને 53 બોલમાં 82 રન બનાવ્યા અને આ IPL 2025માં તેની ત્રીજી ફિફ્ટી છે. સુદર્શને અમદાવાદમાં સતત પાંચ ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. જવાબમાં, રાજસ્થાન માટે શિમરોન હેટમાયરે 32 બોલમાં 52 રનની ઝડપી ઇનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે આ જીત સાથે ગુજરાત હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola