નવી દિલ્હીઃ વર્લ્ડકપ વિજેતા ટીમ 2011ના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની પુષ્ટી તેને પોતાના ટ્વીટર પર શેર કરી છે. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હરભજન હવે નવી ઇનિંગ શરૂ કરી શકે છે. ચર્ચા છે કે, 41 વર્ષીય ભજ્જી રાજકારણમાં આવી શકે છે.


હરભજન સિંહ હવે શું કરશે?
છેલ્લા કેટલાક દિવસોથી હરભજન સિંહની રાજનીતિમાં જવાની ચર્ચાઓ તેજ થઇ છે. થોડાક દિવસો પહેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે હરભજન સિંહે મુલાકાત કરી હતી, આ પછી તે ચર્ચાને વધુ વેગ મળ્યો હતો. જોકે, હજુ સુધી હરભજને આ અંગે કોઇ વાત કહી નથી. ભજ્જી સાથેની મુલાકાત બાદ સિદ્ધૂએ તસવીર શેર કરીને લખ્યું હતુ - સંભાવનાઓથી ભરેલી તસવીર..... ચમકતા સ્ટાર ભજ્જીની સાથે. સુત્રો અનુસાર હવે હરભજન સિંહની રાજકારણમાં એન્ટ્રી લગભગ પાક્કી થઇ ગઇ છે. રિપોર્ટ છે કે કોંગ્રેસ ભજ્જીને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જાલંધર બેઠક પરથી ઉતારી શકે છે. આ માટે કોંગ્રેસે તખ્તો ગોઠવવાની તૈયારી શરૂ કરી દીધી છે.


બીજા રિપોર્ટ એવા પણ છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હરભજન સિંહ પંજાબની ટીમ સાથે સપોર્ટ સ્ટાફ તરીકે જોડાઇ શકે છે. જોકે, અત્યારે ક્રિકેટ કૉમેન્ટ્રી સાથે જોડાયેલો છે.


ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. હાલમાં સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ દમ લગાવવાનુ શરૂ કરી દીધુ છે. એકબાજુ બીજેપી, અકાલી દળ છે, તો બીજીબાજુ ખુદ કોંગ્રેસના પૂર્વ સીએમ અમરિન્દર સિંહ મેદાનમાં ઉતરેલા છે. 


Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 


 


મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?


 


કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?


 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર