IND vs NZ: ટી20 વર્લ્ડકપ 2022 ખતમ થયા બાદ હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં અત્યાર સુધી 3 સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, અને ત્રણેય સીરીઝમાં જીત મળી છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ બૉલિગં અને બેટિંગથી શાનદાર પ્રદર્શન કરતાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવવાનું કામ પણ કર્યુ છે.


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સમાપ્ત થયેલી ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સીરીઝનો ખિતાબ આપવામાં આવ્યો. હાર્દિકે આ સીરીઝમાં બેટિંગમાં 66 રન બનાવ્યા, તો વળી, બૉલિંગમાં કુલ 5 વિકેટ પોતાના નામે કરી છે. વળી, હવે હાર્દિકના નામે વધુ એક રેકોર્ડ નોંધાઇ ગયો  છે, જેનાથી તે પહેલો આવે ભારતીય ખેલાડી બની ગયો છે, જેને ટી20 ફૉર્મેટમાં 4000 થી વધુ રન હોવાની સાથે સાથે 100 થી વધુ વિકેટો પણ ઝડપી છે. 


આઇપીએલમાં શાનદાર પ્રદર્શનના દમ પર ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવનારા ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની ગણતરી હાલના સમયમાં વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ખતરનાક ખેલાડી તરીકે કરવામાં આવે છે. આઇપીએલ 2022 ની સિઝનમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ખુદને સાબિત કરી દીધો, અને તેને પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને આઇપીએલ વિજેતા બનાવી દીધી હતી. 


વર્ષ 2013 માં રમી હતી પહેલી ટી20 મેચ - 
હાર્દિક પંડ્યાએ વર્ષ 2013માં પોતાની કેરિયરની પહેલી ટી20 મેચ રમી હતી, પહેલી ટી20માં તે મુંબઇ વિરુદ્ધ અમદાવાદના મેદાન પર ઉતર્યો હતો. ત્યારબાદ તે અત્યાર સુધી આ ફોર્મેટમાં કુલ 223 મેચો રમી ચૂક્યો છે, જેમાં હાર્દિક પંડ્યાએ 29.42 ની એવરેજથી 4002 રન બનાવ્યા છે. હાર્દિકના નામે આ ફૉર્મેટમાં 15 ફિફ્ટી છે, જ્યારે તેનો સર્વાધિક સ્કૉર 91 રનોનો છે. 


વળી, હાર્દિક પંડ્યાની બૉલિંગની વાત કરીએ તો, ટી20 ફૉર્મેટમાં તેને અત્યાર સુધી 27.27ની એવરેજથી કુલ 145 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે, જ્યારે એક મેચમાં 3 વાર 4 વિકેટ લેવાનુ કારનામું પણ કરી ચૂક્યો છે. 


હાર્દિક પંડ્યાએ જણાવ્યું સફળતાનું રહસ્ય, બેક ટુ બેક દમદાર પ્રદર્શનને લઈ કહી આ વાત


'હું મારા નિર્ણયો જાતે લઉં છું'


હાર્દિકે કહ્યું હતું કે, 'મારા જીવન અને કેપ્ટનશિપ વિશે મારો ખૂબ જ સરળ નિયમ છે. જો હું હારી રહ્યો છું, તો હું મારા નિર્ણયોને કારણે હારીશ. એટલા માટે હું હંમેશા તમામ નિર્ણયો જાતે જ લઉં છું. મને જવાબદારી લેવી ગમે છે. જ્યારે હું IPL ફાઈનલ રમ્યો હતો. મને લાગ્યું કે બીજો વળાંક વધુ રસપ્રદ હતો. અમે આ પ્રેશર મેચોને સરળ બનાવવા માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમે મોટા મંચ પર આવું જ કરી શકીશું.