T20 Rankings Team India: હાર્દિક પંડ્યાએ ઈતિહાસ રચ્યો છે. તે ઓલરાઉન્ડરોની T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો છે. પંડ્યાએ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે ઘાતક બોલિંગ કરી હતી. જો આપણે T20 રેન્કિંગમાં ટોપ પર પહોંચેલા ભારતીયોની વાત કરીએ તો આ યાદીમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતીય ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા છે. પરંતુ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પંડ્યા પ્રથમ સ્થાને છે.
પંડ્યા શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરંગા સાથે સંયુક્ત રીતે T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર છે. પંડ્યા અને હસરંગાને 222 રેટિંગ મળ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબરે માર્કસ સ્ટોઈનિસ છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. જ્યારે પંડ્યાને બે સ્થાનનો ફાયદો થયો છે. ઝિમ્બાબ્વેનો ખેલાડી સિકંદર રઝા ચોથા નંબર પર છે. જ્યારે બાંગ્લાદેશનો ખેલાડી શાકિબ અલ હસન પાંચમા નંબર પર છે.
T20 રેન્કિંગમાં ટોપ પર પહોંચેલા ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો પંડ્યા પહેલા કુલ પાંચ ખેલાડીઓ આવું કરી ચુક્યા છે. ગૌતમ ગંભીર, કોહલી અને સૂર્યા બેટિંગ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા છે. જ્યારે બોલિંગ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ અને રવિ બિશ્નોઈ ટોપ પર પહોંચી ગયા છે. જ્યારે હાર્દિક પંડ્યા ટોપ પર પહોંચનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર છે. જેનું એક માત્ર કારણ તેનું સમગ્ર પ્રદર્શન રહ્યું છે. આ વખતે વર્લ્ડ કપમાં હાર્દિક પંડયા કઈક અલગ જ અંદાજમા જોવા મડ્યો હતો તેને પોતાની બેટિંગ અને બોલિંગ બંને દ્વારા આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન આપ્યું હતું. તેને આ વખતે ફાઇનલમાં પણ ભારતને મેચમાં પાછું કમ બેક કરાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. પંડ્યાએ ઈંગ્લેન્ડ સામે 23 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે 27 અનમોલ રન બનાવ્યા હતા. પંડ્યાએ બાંગ્લાદેશ સામે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 50 રન બનાવ્યા હતા. આ સાથે એક વિકેટ પણ લીધી હતી.આમ ઓલરાઉન્ડરની લિસ્ટમાં ટોચ પર પહોંચનાર ભારતીય ખેલાલીઓમાં પંડયા પ્રથમ ભારતીય ખેલાળી બની ગયો છે.