દેશભરમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે સેલેબ્સ પોતાના ઘરે ટાઇમ પાસ કરી રહ્યાં છે. હાર્દિક પંડ્યા પણ પોતાની મંગેતર અને ફેમિલીને ફૂલ ટાઇમ આપી રહ્યો છે. હાર્દિક નતાશાની પાસે બેઠો છે અને નતાશા મોબાઇલમાં કંઇક જોઇ રહી છે.
વીડિયોમાં નતાશા પુછે છે કે બેબી, હું શું છું તારો? આના પછી નતાશા હસવા લાગે છે, કહે છે, જિગરનો ટુકડો.... હાર્દિક પણ નતાશાનો આ જવાબ સાંભળીને ખુશ થઇ જાય છે.
ફેન્સ પણ હાર્દિક અને નતાશાના આ રોમેન્ટિક વીડિયો પર જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યાં છે. લોકોને બન્નેને કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. બન્ને જણા અવારનવાર રોમેન્ટિક તસવીરો અને વીડિયો ફેન્સની વચ્ચે શેર કરતાં રહે છે.