Mumbai Indians can Retain Rohit Sharma, Jasprit Bumrah and Kieron Pollard: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન એટલે કે IPL 2022માં કુલ 10 ટીમો ભાગ લેશે. વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ લીગમાં લખનઉ અને અમદાવાદના રૂપમાં બે નવી ટીમો જોડાઈ છે. IPL 2022ની શરૂઆત પહેલા એક મેગા ઓક્શન છે. રિપોર્ટ અનુસાર IPL 2022ની હરાજી ડિસેમ્બરમાં થશે. આ પહેલા આઈપીએલના નિયમો અનુસાર તમામ ટીમોએ પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. મળતી માહિતી મુજબ મુંબઈ ઈન્ડિયન્સ કેપ્ટન રોહિત શર્મા, ઓલરાઉન્ડર કિરન પોલાર્ડ અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને રિટેન કરી શકે છે. બીજી તરફ હાર્દિક પંડ્યાને ફ્રેન્ચાઈઝી ઓક્શન પૂલમાં મોકલવામાં આવશે.


IPLના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના 'કોર' ખેલાડીઓમાંથી હાર્દિક પંડ્યા બહાર થઈ શકે છે. તે છેલ્લા કેટલાક સમયથી મુખ્ય બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. ખેલાડીઓને રિટેન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ IPL અધિકારીએ કહ્યું, "મને લાગે છે કે BCCI પાસે રાઈટ-ટુ-મેચ ફોર્મ્યુલા હશે (RTM એટલે અન્ય ટીમની બિડ જેટલી રકમ માટે ખેલાડીને ટીમમાં ઉમેરવાનો અધિકાર). જો RTM ના હોય તો ચાર ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી શકાય છે. રોહિત શર્મા અને ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ તેમની પ્રથમ પસંદગી હશે. કિરોન પોલાર્ડ ટીમની ત્રીજી પસંદ હશે.આ ટીમની તાકાત પ્રદર્શનમાં સાતત્ય છે, જેમાં આ ત્રણ તેમના મુખ્ય સ્તંભો છે."


આ અધિકારીએ કહ્યું, “હાર્દિક પંડ્યાને ટીમમાં જાળવી રાખવાની સંભાવના હાલના સંજોગોમાં 10 ટકાથી ઓછી છે. હા, તે T20 વર્લ્ડ કપની આગામી કેટલીક મેચોમાં બીજા બધા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ હજુ પણ ટીમમાં તેના માટે સંભાવના ઓછી છે.” જો ચાર ખેલાડીઓને જાળવી રાખવામાં આવે અથવા એક RTM હોય તો સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન તે સ્થાન માટે મોટા દાવેદાર હશે."


હાર્દિક અંગેનો આ નિર્ણય સંપૂર્ણપણે ક્રિકેટ પર આધારિત છે, કારણ કે તે હવે પહેલા જેવો ઓલરાઉન્ડર નથી રહ્યો. પહેલા હાર્દિક 130 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો હતો, પરંતુ ઈજામાંથી પરત ફર્યા બાદ તે આવું કરી રહ્યો નથી. ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર કેપ્ટનની ભૂમિકા માટે દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે.