નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ  રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. હાર્દિક એનસીએ પ્રમુખ ફિઝિયો આશીષ કૌશિકની સાથે લંડન રવાના થઇ ગયો છે. જ્યાં સ્પાઇનલ સર્જન ડોક્ટર જેમ્સ આલીબોન તેની ઇજાની તપાસ કરશે. ન્યૂઝિલેન્ડમાં ટેસ્ટ સીરિઝ 21 ફેબ્રુઆરીના રોજ રમાશે. હાલમાં ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં  આવી નથી.


બીસીસીઆઇએ કહ્યું કે, હાર્દિક જ્યા સુધી પુરી રીતે ફિટનેસ હાંસલ નહી કરી લે ત્યાં સુધી તે એનસીએમાં જ રહેશે. હાર્દિક હજુ સુધી પોતાની ઇજામાંથી બહાર આવી શક્યો નથી. જ્યારે મુંબઇમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડેમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ મેનેજમેન્ટે હાર્દિકને કહ્યુ હતું કે, તે એનસીએમાં પોતાનું રિહૈબ પુરું કરી લેશે.

ન્યૂઝિલેન્ડ સામે  પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનમાં 21 ફેબ્રુઆરીએ શરૂ થશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી ચાર માર્ચ સુધી રમાશે. હાર્દિકે પોતાની સફળ સર્જરી બાદ સ્વસ્થ થઇ રહ્યો છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી-20 અને વન-ડે સીરિઝ માટે હાર્દિકની પસંદગી કરવામાં આવી નહોતી.