પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ (Hasan Ali) ઈંગ્લિશ કાઉન્ટી ડિવિઝન વનમાં પણ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું છે. તેણે લંકાશાયર અને ગ્લોસ્ટરશાયર વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની શાનદાર બોલિંગના કારણે ગ્લોસ્ટરશાયરની ટીમ માત્ર 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે 6 વિકેટ ઝડપી હતી. જવાબમાં, લંકાશાયરે 556/7ના વિશાળ સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરી હતી.


બીજા દાવમાં તાકાત બતાવીઃ
આ મેચની બીજી ઈનિંગમાં હસન અલીએ પોતાની બોલિંગ સ્પીડથી બધાને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન તેણે ફેંકેલા એક યોર્કર બોલિ પર ગ્લોસ્ટરશાયરના બેટ્સમેન જેમ્સ બ્રેસીનું મિડલ સ્ટમ્પ ઉખડી ગયું. આ બોલથી સ્ટમ્પના પણ બે ટુકડા પણ થઈ ગયા હતા. આ ઘટના ગ્લોસ્ટરશાયરની બીજી ઇનિંગની 25મી ઓવરમાં બની હતી. જેનો વીડિયો લંકાશાયરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.






આ સિઝનમાં મજબૂત પ્રદર્શનઃ
અલીએ બીજી ઇનિંગમાં અત્યાર સુધીમાં બે વિકેટ ઝડપી છે. આ દરમિયાન ગ્લોસ્ટરશાયર આ મેચ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ટીમનો સ્કોર 228 રન છે અને ટીમના 8 બેટ્સમેન આઉટ થયા છે. જ્યારે ટીમ હજુ 76 રનથી પાછળ છે. આ સાથે જ હસન અલીએ કેન્ટ સામેની મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. જે બાદ તેની લંકાશાયર તે મેચ 10 વિકેટથી જીતવામાં સફળ રહી હતી.


આ પણ વાંચોઃ


IPL 2022: માં-બાપને જણાવ્યા વગર ક્રિકેટ રમવાનું શરુ કર્યું, આજે બની ગયો CSKનો મહત્વનો ખેલાડી


MI vs LSG: મુંબઇ ઇન્ડિયન્સની સતત આઠમી હાર પર રોહિત શર્મા થયો નારાજ, કહ્યુ- કોઇ પણ ખેલાડી જવાબદારી લેવા તૈયાર નથી


Jignesh Mevani Re Arrested: એક કેસમાં જામીન મળતાં જ આસામમાં જીગ્નેશ મેવાણીની બીજા કેસમાં ધરપકડ, જાણો શું છે કેસ


Crude Oil Price: પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે?, વધેલા ભાવમાં રાહત થવાની આ છે શરત...