સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતાં હરભજન સિંહે આઈપીએલ 2020માં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવની ઇમ્પેક્ટ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, મુંબઈના આ દિગ્ગજ બેટ્સમેને આગળ વધીને ટીમની જવાબદારી ઉઠાવી.
તેમણે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે સૂર્યકુમાર યાદવે ખુદને ગેમ ચેન્જરથી એક મેચ વિનર તરીકે ટ્રાન્સફોર્મ કરી લીધા છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગની જવાબદારી પોતાના ઉપર ઉઠવી છે અને એવું પણ નથી કે તેણે 100ની સ્ટ્રાઈક રેટથી રમે છે. જો તમે જોશો તો તે પ્રથમ બોલથી જ આક્રમણ બેટિંગ કરવાનું શરૂર કરી દે છે.”
હરભજન સિંહ અનુસાર બોલરોને સૂર્યકુમાર યાદવને રોકવા ઘણાં મુશ્કેલ થાય છે, કારણે તે ચારેય દિશાઓમાં શોટ ફટકારે છે. આ જ કારણે તે ભારતના એબી ડીવિલિયર્સ છે.
તેમણે કહ્યું, “સૂર્યકુમાર યાદવની પાસે તમામ શોટ્સ છે અને માટે તેને રોકવો ઘણો મુશ્કેલ હોય છે. તે કવર ઉપરથી પણ શોટ મારે છે, સ્વીપ શોટ રમે છે, સ્પિન સારી રીતે રમે છે અને ફાસ્ટ બોલર વિરૂદ્ધ પણ રન બનાવે છે. તે ભારતીય એબી ડીવિલિયર્સ છે.”