વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 87 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. આ હરાજીમાં કેટલાક ખેલાડીઓને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. હરાજીની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના હતી અને તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી.  ટોચના 5 સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં મંધાનાની સાથે 3 ભારતીય પણ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની એક ખેલાડી પણ છે. આ રીતે IPLમાં પણ કરોડો રૂપિયા આપીને ખેલાડીઓ ખરીદવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ ખેલાડીઓને જેટલા પૈસામાં ખરીદવામાં આવે છે, તેટલા પૈસા તેમને નથી મળતા.


તો આજે અમે તમને જણાવીએ છીએ કે આખરે ખેલાડીઓ પાસે કેટલા રૂપિયા આવે છે ચાલો સમજીએ કે IPL ની હરાજીમાં મુકવામાં આવતી કિંમતમાંથી કેટલા રૂપિયા કપાય છે.


જ્યારે પણ IPL અથવા અન્ય કોઈ લીગમાં હરાજી કિંમત મળે છે ત્યારે તેમાંથી TDS કાપવામાં આવે છે. સામાન્ય રીતે, ભારતીય ખેલાડીઓને ચૂકવવામાં આવતી રકમના 10% પર TDS કાપવામાં આવે છે. આ પછી તમારે આવકવેરાના નિયમો અનુસાર ટેક્સ પણ ચૂકવવો પડશે, જે તમારી વાર્ષિક આવક પર આધારિત છે. ચોખ્ખી આવક પછી આમાં વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે, ટીડીએસની ગણતરી ફક્ત હરાજીના પૈસાના આધારે કરવામાં આવે છે.


કેટલા રૂપિયા મળે છે?


વાસ્તવમાં હરાજી એ બેઝ પ્રાઈસ છે જેના પછી કંપનીઓ ખેલાડીઓ સાથે અલગ-અલગ કરાર કરે છે. જેમાં મેચોની સંખ્યા, કેટલી મેચો રમવાની છે અથવા કયા આધારે પૈસા મળશે વગેરેની માહિતી લખવામાં આવે છે. તેના આધારે ખેલાડીઓને ટેક્સ સિવાય પૈસા મળે છે. પછી તે ચોખ્ખી આવકના આધારે આવકવેરો ભરવો પડે છે.


વિદેશી ખેલાડીઓ માટે શું નિયમો છે?


વિદેશી ખેલાડીઓએ ભારતમાં મેળવેલી આવકના 20 ટકા TDS ચૂકવવો પડશે. વિદેશી ખેલાડીઓએ TDS સિવાય કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. તેઓએ ભારતમાં કમાયેલી આવક પર જ ટેક્સ ચૂકવવો પડશે.


મહિલા ક્રિકેટને બદલશે WPL, રોહિત-હરમનપ્રીતમાં ઘણી સમાનતા, ઓક્શન બાદ  MI ના માલિક નીતા અંબાણીનું નિવેદન


Nita Ambani On WPL: મુંબઈમાં મંગળવારે મહિલા પ્રીમિયર લીગ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં ભારતીય ખેલાડીઓ સહિત અનેક વિદેશી ખેલાડીઓ પર જોરદાર બોલી લાગી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ હરાજી પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહિલા ક્રિકેટ માટે આ ખૂબ જ ખાસ દિવસ છે. ઓક્શન હંમેશા શાનદાર રહે છે, પરંતુ આ ઓક્શન ખૂબ જ ખાસ હતું. આ ખૂબ જ ઐતિહાસિક દિવસ હતો.  આ સાથે જ તેમણે કહ્યું કે આ લીગના માધ્યમથી મહિલા ક્રિકેટરોને તેમની પ્રતિભા બતાવવાની તક મળશે.


મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ શું કહ્યું ?


ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી સિવાય  આકાશ અંબાણી, મહેલા જયવર્દને, ટીમના મુખ્ય કોચ ચાર્લોર્થ એડવર્ડ્સ, ટીમ મેન્ટર અને બોલિંગ કોચ ઝુલન ગોસ્વામી, બેટિંગ કોચ દેવિકા પાલશીકર હાજર હતા. નીતા અંબાણીએ કહ્યું કે અમારી ટીમમાં પૂજા વસ્ત્રાકર અને નેટ સીવર બ્રન્ટ જેવા ખેલાડીઓ છે. આ ખેલાડીઓએ ઘણી છોકરીઓને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ બે ખેલાડીઓને મારી ટીમમાં સામેલ કરીને હું ખૂબ જ ખુશ છું. આ સિવાય નીતા અંબાણીએ મેન્સ આઈપીએલ અને રોહિત શર્મા પર પોતાની વાત રાખી હતી