ICC Men's T20I Cricketer of the Year: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2021 માટે એવોર્ડ્સની જાહેરાત કરી છે. રવિવારે આઇસીસીએ ટી-20 મેન્સ ક્રિકેટર ઓફ ધ યર વિજેતા ખેલાડીનું નામ જાહેર કર્યું છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2021 (ટી-20) જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ 2021માં મોહમ્મદ રિઝવારે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટી-20 વર્લ્ડકપ ટુનામેન્ટ હોય કે પછી દ્વિપક્ષીય સીરિઝ હોય. મોહમ્મદ રિઝવાને કુલ 29 મેચમાં 1326 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેની સરેરાશ 73.66 રહી છે.
મોહમ્મદ રિઝવારે વર્ષ 2021માં ટી-20માં એક સદી ફટકારી છે અને વિકેટકીપર તરીકે 24 શિકાર કર્યા છે. એવામાં આખા વર્ષનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
ઇગ્લેન્ડની ટૈમી બેઉમોન્ટને આઇસીસી વુમન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. ટૈમીએ વર્ષ 2021માં નવ ટી-20 મેચ રમી છે જેમાં તેણે 33.66ની સરેરાશથી 303 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે.
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ