નવી દિલ્હીઃ ભારતીય ટીમ અત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, આ પ્રવાસ ભારતીય ટીમ માટે એકદમ ખરાબ રહ્યો. ટીમ ઇન્ડિયાએ પહેલ 1-2થી ટેસ્ટ સીરીઝ ગુમાવી અને હવે 2-0થી વનડે સીરીઝમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત છે કે, ટી20 અને વનડે કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન કેએલ રાહુલના હાથમા છે. વનડે સીરીઝમાં કેએલ રાહુલનો એક મોટો નિર્ણય ટીમ માટે ખરાબ સાબિત થયો અને તે છે શ્રેયસ અય્યરને મીડલ ઓર્ડરમાં રમાડવાનો. 


રિપોર્ટ છે કે, મીડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયા પાસે સૂર્યકુમાર યાદવ જેવો સ્ટાર બેટ્સમેન હોવા છતાં શ્રેયસ અય્યરને કેએલ રાહુલે રમાડ્યો. પરંતુ શ્રેયસ અય્યર સાઉથ આફ્રિકા સામેની પ્રથમ બે વનડેમાં કંઇક ખાસ ના કરી શક્યો. ટીમની હાર માટે અને તેમાં પણ મીડલ ઓર્ડર બેટિંગને સ્ટેબલ ના કરી શકવા માટે શ્રેયસ અય્યર સૌથી મોટો જવાબદાર ખેલાડી છે. પ્રથમ મેચમાં શ્રેયસ અય્યર માત્ર 17 રન બનાવી શક્યો, તો વળી બીજી વનડેમાં પણ કંઇ ખાસ કમાલ ના કરી શક્યો અને માત્ર 11  રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ કારણે ભારતીય ટીમ સીરીઝમાં પ્રથમ બે મેચોમાં હરી ગઇ અને સીરીઝ ગુમાવવાનો વારો આવ્યો હતો.


રોહિત શર્માની વાપસી થતાં જ વનડે ટીમમાં મોટો ફેરફાર થઇ શકે છે. મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરની જગ્યાએ રોહિત શર્મા તેના ખાસ ખેલાડી સૂર્યકુમાર યાદવને મોકો આપી શકે છે. સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સમાંથી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમી ચૂક્યો છે. જેથી બન્ને વચ્ચે ખાસ તાલમેલ છે. 


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન