ICC Events: આઈસીસીએ મંગળવારે આગામી ઈવેન્ટ માટે FTPની જાહેરાત કરી છે. ભારત 2031 સુધીમાં ત્રણ આઈસીસી ઈવેન્ટની યજમાની કરશે. ભારત 2026માં શ્રીલંકા સાથે ટી20 વર્લ્ડકપ હોસ્ટ કરશે, 2029માં ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે અને 2031માં બાંગ્લાદેશ સાથે મળીને વર્લ્ડકપનું આયોજન કરશે.


આગામી આઈસીસી ઈવેન્ટની કોણ કરશે યજમાની



  • 2024 ટી20 વર્લ્ડકપઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ

  • 2025 ચેમ્પિયન્સ ટ્રોફી- પાકિસ્તાન

  • 2026 ટી20 વર્લ્ડકપ – ભારત અને શ્રીલંકા

  • 2027 વર્લ્ડ કપ -દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામીબિયા

  • 2028 ટી20 વર્લ્ડકપ - ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ

  • 2029 ચેમ્પિયન્સ ટ્રોફી – ભારત

  • 2030 ટી20 વર્લ્ડકપ – ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ

  • 2031 વર્લ્ડકપ – ભારત અને બાંગ્લાદેશ






કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કહી આ મોટી વાત


ન્યૂઝીલેન્ડ સામે આવતીકાલથી ભારતની ટી-20 શ્રેણી શરૂ થશે. સીરિઝની શરૂઆત પહેલા ભારતની ટી20ના નવા કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે મીડિયા સાથે વાત કરી હતી.  રાહુલ દ્રવિડે કહ્યું, ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં વ્યસ્ત હતી એટલે ઓછી વાત ચીત થઈ છે. હું તેને પરેશાન કરવા નહોતો માંગતો. ઓલરાઉન્ડરના સવાર પર રોહિત શર્માએ કહ્યું, અમે માત્ર ટીમમાં એક કે બે ખેલાડીઓ પર ફોક્સ નથી કરી રહ્યા. અમને સફળ ટીમ બનવામાં જે મદદ કરશે તેના પર અમે ધ્યાન આપીશું.


રોહિત શર્માએ કહ્યું, અમે ખેલાડીઓને નીડર બનીને રમવાનું કહીશું. ટી20 ફોર્મેટમાં આ ખૂબ જરૂરી છે. તેઓ મેદાન પર જાય અને નીડર થઈને રમે તે મહત્વનું છે. જો તેઓ સફળ સાબિત થાય તો કોઈ પરેશાની નથી થતી. તેમાં મારો અને કોચનો રોલ મહત્વપૂર્ણ હોય છે. કિવી કેપ્ટન વિલિયમસન ટી20 સીરિઝ નહીં રમવા પર રોહિતે કહ્યું ન્યૂઝીલેન્ડની ટીમને તેમની જરૂરિયાત જણાશે.