નવી દિલ્હીઃ ICC દ્વારા દાયકાની ટી-20 ટીમ જાહેર કરવામાં આવી છે.  જેમાં કુલ ચાર ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું છે. ધોનીને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં આ સિવાય રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યું છે.

આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને ક્રિસ ગેઇલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજા ક્રમે એરોન ફિંચ, ચોથા ક્રમે વિરાટ કોહલી, પાંચમા ક્રમે એબી ડિવિલિયર્સ, છઠ્ઠા ક્રમે ગ્લેન મેકસવેલને સ્થાન આપવામાં આવ્યું છે. સાતમા ક્રમે ધોની, આઠમા ક્રમે પોલાર્ડ, નવમા ક્રમે રાશિદ ખાન, દસમા ક્રમે જસપ્રીત બુમરાહ અને 11મા નંબર પર લસિથ મલિંગાનો સમાવેશ કરાયો છે.



ICCએ જાહેર કરેલી દાયકાની ટીમ

- રોહિત શર્મા

-ક્રિસ ગેઇલ

-એરોન ફિંચ

-વિરાટ કોહલી

-એબી ડિવિલિયર્સ

-ગ્લેન મેક્સવેલ

-એમએસ ધોની

- કિરોન પોલાર્ડ

-રાશિદ ખાન

- જસપ્રીત બુમરાહ

-લસિથ મલિંગા