દુબઈ:  આઈસીસી (ICC)એ બુધવારે વનડેમાં બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. વનડેમાં બેન્ડ્સમેનોની રેન્કિંગમમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)  ટોચ પર યથાવત છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (jasprit bumrah)ચોથા ક્રમે પહોંચી ગયો છે. બુમરાહને એક સ્થાનનુ નુકસાન થયું છે. 


વિરાટ કોહલી (Virat Kohli)એ તાજેતરમાં જ સમાપ્ત થયેલી વનડે સીરિઝમાં પ્રથમ અને બીજી વનડેમાં ક્રમશ: 56 અને 66 રનની ઈનિંગ રમી હતી, જેનાથી તેના 870 પોઈન્ટ થઈ ગયા છે. બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની શ્રેણીમાંથી બહાર હતો જેના કારણે તે એક ક્રમ નીચે ગબડીને 690 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે. 



રોહિત શર્મા (Rohit Sharma) રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. તે પાકિસ્તાનો બાબર આઝમથી પાછળ છે જ્યારે લોકેશ રાહુલ (KL Rahul) 31 થી 27 માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)35 અને 64 રનની ઇનિંગ રમીને બેટ્સમેનોમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 42મી રેન્કિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે અને ઋષભ પંતે (Rishabh Pant)ટોપ 100 માં પ્રવેશ કર્યો છે.


ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે અંતિમ મેચમાં 42 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેને નવ સ્થાનનો ફાયદો થયો હતો અને તે 11માં સ્થાને પહોંચ્યો છે. જે સપ્ટેમ્બર 2017 માં તેના 10 માં સ્થાન પછીની શ્રેષ્ઠ રેન્કિંગ છે. શાર્દુલ ઠાકુરે આ મેચમાં 67 રન આપીને ચાર વિકેટ લીધી હતી, જેના કારણે તે 93 માંથી 80માં સ્થાને પહોંચી ગયો છે.



 તાજેતરની ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગની બેટિંગની યાદીમાં રાહુલ અને કોહલી બંનેને એક સ્થાનનું નુકસાન થયું છે, જેના બાદ બન્ને અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને આવી ગયા છે. ભારતીય બોલરો અને ઓલરાઉન્ડરમાંથી કોઈ પણ ટોપ 10 ની યાદીમાં સામેલ નથી. ટેસ્ટ રેન્કિંગમાં સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને  ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ બાદ બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ઓલરાઉન્ડરની યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વિન ચોથા સ્થાને છે.