નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં ફોર્મમાં પરત આવી ગઇ છે, નવા કેપ્ટન સાથે મેદાનમાં ફરી એકવાર પોતાનો જલવો બતાવી ચૂકી છે. વિરાટ બાદ રોહિત શર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝને ઘરઆંગણે ત્રણ મેચોની વનડે સીરીઝમાં 3-0થી ક્લિવ સ્વીપ કરી દીધુ. ત્રીજી વનડેમાં મીડિલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઋષભ પંતની પાર્ટનરશીપની મદદથી ભારત મોટો સ્કૉર કરી શક્યુ. આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનુ ફોર્મ શાનદાર રહ્યું અને 56 રનની ઇનિંગ રમી. પંતની દરેક જગ્યાએ પ્રસંશા થઇ રહી છે, ત્યારે પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે ઋષભ પંત ખુબ પ્રસંશા કરી છે. 


આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શન શરૂ થવા જઇ રહી છે. તમામ ફ્રેન્ચાઇઝીઓએ સારા ખેલાડીઓને ખેંચવા માટે કમર કસી લીધી છે, ત્યારે દિલ્હી કેપિટલ્સના પૂર્વ કૉચ રિકી પોન્ટિંગે (Ricky Ponting) ઋષભ પંત માટે મોટુ નિવેદન આપ્યુ છે. પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ની તુલના ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ સાથે કરી દીધી છે. 


પોન્ટિંગે કહ્યું કે ઋષભ પંત ભારત માટે એડમ ગિલક્રિસ્ટ બની શકે છે, કેમકે એડમ ગિલક્રિસ્ટ ઓસ્ટ્રેલિયા માટે શાનદાર વિકેટકીપર હતો અને એક ધૂંરધર બેટ્સમેન પણ હતો. પોન્ટિંગ કહ્યું કે ઋષભ પંત ભારતીય ટીમે ભવિષ્યમાં એક ચમકતો સ્ટાર બનીને ઉભરશે. 






આઇસીસીએ એક પૉસ્ટ શેર કરી છે, જેમાં રિકી પોન્ટિંગ અને ઋષભ પંત સાથે દેખાઇ રહ્યાં છે. રિકી પોન્ટિંગે પંતને ભારત માટે એક ઉભરતો સ્ટાર ગણાવ્યો છે. તે કહે છે કે ઋષભ પંત ભવિષ્યમાં ભારત માટે સારો ખેલાડી બનીને ઉભરશે. ઋષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રીજી વનડેમાં શાનદાર ફિફ્ટી (56) ફટકાર્યા હતા. 


 






--- -


આ પણ વાંચો---


કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......


BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર


Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો


PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?


માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર


IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત


Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન