ઓકલેંડઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે યુએઈમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં આશ્ચર્યજનક રીતે અનુભવી બેટ્સમેન રોસ ટેલર અને ઓલ રાઉન્ડર કોલિન ડી ગ્રાંડહોમનો સમાવેશ કર્યો નથી. રોસ ટેલરે ભારત સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મહત્વની ઈનિંગ રમી હતી.
કાયલી જેમિસન અને લોકી ફર્ગુયસનનો ન્યૂઝીલેન્ડની ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ દ્વારા બાંગ્લાદેશ સામે રમાનારી ટી-20 સીરિઝ અને પાકિસ્તાન સામે રમાનારી વન ડે શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત અને આઈસીસી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં લઈ ટીમને બેલેંસ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું એક નિવેદનમાં જણાવ્યું છે.
ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરેલી ટીમ
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે બાકીની ટેસ્ટ મેચમાં કેવા કોમ્બિનેશન સાથે ઉતરશે
પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં (India vs England Test Series) હવે પછીના ચાર ટેસ્ટમાં પણ કોહલી ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનરના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. બાકીની ચાર મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રવિચંદ્રન અશ્વિન બેમાંથી કોઈ એકને જ મોકો મળી શકે છે. પ્રથમ ટેસ્ટમાં અશ્વિનના સ્થાને જાડેજાને સમાવાયો હતો. પાંચમા અને અંતિમ દિવસે વરસાદના (Rain) કારણે એક પણ બોલ નહોતો ફેંકી શકાયો, જેના કારણે ભારત પાસેથી જીતનો મોકો છીનવાઈ ગયો હતો. જેના કારણે બંને ટીમોએ ચાર-ચાર પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે ત્રીજા અને ચોથા દિવસે વરસાદની આશા રાખતા હતા પરંતુ તે પાંચમા દિવસે આવ્યો. રમવું અને મેચ જીતવી શાનદાર હોય છે પરંતુ આ શરમજનક છે. પાંચમા દિવસે અમને ખબર હતી કે અમારી પાસે મોકો છે પરંતુ વરસાદે વિજયથી વંચિત રાખ્યા હતા.
IND vs ENG: જસપ્રીત બુમરાહનું આ ટ્વીટ છે ચર્ચામાં, રહસ્ય ઉકેલવામાં લાગ્યા ફેંસ