નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટી-20 ઇન્ટનેશનલમાં બેટ્સમેન અને બોલરોની નવી રેન્કિંગ જાહેર કરી છે. નવા અપડેટમાં શ્રીલંકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યરને મોટો ફાયદો થયો છે. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્માને રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે.  શ્રેયસ ઐય્યરએ આઇસીસી ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં 27 નંબરની મોટી છલાંગ લગાવી હતી. પરંતુ વિરાટ કોહલી ટોપ 10માંથી બહાર થઇ ગયો છે. શ્રીલંકા વિરુદ્ધ તાજેતરમાં રમાયેલી સીરિઝમાં મળેલી જીતથી ખેલાડીઓના રેન્કિંગમાં મોટો ફેર પડ્યો છે. જેમાં શ્રેયસ ઐય્યરને મોટો ફાયદો થયો છે. તે રેન્કિંગમાં 18માં નંબર પર પહોંચી ગયો છે.


વિરાટ કોહલીને થયું નુકસાન


તાજેતરમાં જ ભારતે ટી-20 સીરિઝમાં શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું, જેમાં 27 વર્ષીય ઐય્યરે ત્રણ મેચમાં 174ના સ્ટ્રાઈક રેટથી અણનમ 204 રન બનાવ્યા હતા. બીજી તરફ શ્રીલંકાના પથુમ નિસાન્કાએ શ્રેણીની બીજી મેચમાં 75 રન બનાવ્યા, જેના કારણે તેને છ સ્થાનનો ફાયદો થયો. તે રેન્કિંગમાં નવમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાંચ સ્થાન સરકીને 15મા સ્થાને પહોંચી ગયો છે. વિરાટને શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો.


ટોપ-10માં માત્ર એક ભારતીય છે


ટોપ-10 બેટ્સમેનોમાં બાબર આઝમ નંબર વન અને મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે. જ્યારે એડન માર્કરામ ત્રીજા, ડેવિડ મલાન ચોથા અને ડેવોન કોનવે પાંચમા નંબરે છે. ભારતની વાત કરીએ તો કેએલ રાહુલ ટોપ-10માં એક માત્ર ભારતીય છે. તે 10માં નંબર પર છે.


શ્રીલંકાના લાહિરુ કુમારાએ પ્રથમ વખત ટોપ 40 બોલરોમાં પ્રવેશ કર્યો છે. UAE નો બોલર ઝહરુ ખાન 17 સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત 42માં અને આયર્લેન્ડનો જોશ લિટલ 27 સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત 49માં સ્થાને છે. રોહન મુસ્તફા ઓલરાઉન્ડર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે અને ફેબ્રુઆરી 2020માં તેની પાંચમી રેન્કિંગથી માત્ર એક સ્થાન નીચે છે.


 


Patanjali PNB Credit Card: પતંજલિએ પંજાબ નેશનલ બેંક સાથે મળીને લોન્ચ કર્યું RuPay ક્રેડિટ કાર્ડ, જાણો શું છે ફીચર્સ


PG Dental NEET Reschedule: પીજી ડેન્ટલ નીટ થઈ રીશિડ્યૂલ, જાણો કઈ તારીખે પરીક્ષા યોજાશે અને ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ


IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ


i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી