T20 World Cup, India vs Pakistan: ટી20 વર્લ્ડકપમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને  17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને મોહમ્મદ રિઝવાન79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા..


આ સાથે જ કોહલીના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. કોહલી વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હારનારો પ્રથમ ભારતીય કેપ્યન બન્યો હતો. આ પહેલા 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.


ટોસ હારીને ભારતની પ્રથમ બેટિંગ


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહિન શાહ અફ્રિદીએ ત્રણ વિકેટ લીધી હતી.


ભારતની કંગાળ શરૂઆત


ભારતની નબળી શરૂઆત થઈ હતી. રોહિત શર્મા ખાતું પણ ખોલી શક્યો નહોતો. કેએલ રાહુલ પણ 3 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 22 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 31 રન થઈ ગયો હતો. જે બાદ રિષભ પંત (30 બોલમાં 39 રન) અને કેપ્ટન વિરાટ કોહલી (49 બોલમાં 57 રન)એ ભારતીય ઈનિંગ સંભાળી હતી. જાડેજાએ 13 અને પંડ્યાએ 11 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર 5 રને અણનમ રહ્યો હતો.


ભારતની ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, વરૂણ ચક્રવર્તી


પાકિસ્તાનની ટીમઃ મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલીક,આસિફ અળલી ઈમાદ વસીમ, શાબદ ખાન, હસવ અલી, હેરિસ રાઉફ, શાહિન શાહ આફ્રિદી