ICC Women’s World Cup 2022, IND vs SA: ICC મહિલા વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી આ મહત્વની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવા આપેલો ટાર્ગેટ 50મી ઓવરના અંતિમ બોલ પર હાંસલ કર્યો હતો. ભારતે અંતિમ ઓવરમાં એક નોબોલ નાંખ્યો હતો. જે ટીમને ભારે પડ્યો હતો.
ભારતે ટોસ જીતી લીધી બેટિંગ
ભારતીય ઓપનરોએ ટીમને મજબૂત અપાવતાં પ્રથમ વિકેટ માટે 91 રનના ભાગીદારી કરી હતી. શેફાલી વર્માએ વર્લ્ડ કપની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને તે 53 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાના 71 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મિથાલી શર્માએ 68 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમમાં બે ફેરફાર
ભારતીય ટીમે આ મેચ માટે બે મોટા ફેરફાર કર્યા છે. ઝુલન ગોસ્વામી અને પૂનમ યાદવ આજે બહાર છે અને તેમના સ્થાને મેઘના સિંહ અને દીપ્તિ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ (ડબલ્યુકે), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
સાઉથ આફ્રિકાની પ્લેઇંગ XI:
લિઝેલ લી, લૌરા વુલફાર્ટ, લારા ગુડૉલ, સુને લ્યુસ (સી), મિનોન ડુપ્રી, મેરિયન કેપ, ક્લો ટ્રાયોન, ત્રિશા ચેટ્ટી (wk), શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા, મસાબતા ક્લાસ
આ પણ વાંચોઃ
મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ?