દુબઈ: રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 20 ઓવરમાં 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ બેટ્સમેનોના ફ્લોપ શોને કારણે મુંબઈની ટીમ માત્ર 136 રન બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. સૌરભ તિવારી (50) સિવાય કોઈ પણ બેટ્સમેન મુંબઈ ઈન્ડિયન્સ માટે 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો ન હતો.


મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી રહ્યો ન હતો, તેથી જીતની જવાબદારી નંબર 3 ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ખભા પર હતી. સૂર્યકુમાર યાદવ આ મેચમાં કંઇ ખાસ કરી શક્યો નહીં અને 3 રન બનાવીને આઉટ થઇ ગયો. સૂર્યકુમાર યાદવ આઉટ થતાં જ મુંબઈ ઇન્ડિયન્સની આખી બેટિંગ લાઈન ધ્વસ્ત થઈ ગઈ હતી.


ધોનીને રૈનાને શોર્ટ કવર પર ઉભો રાખ્યોને ઈશાન ફસાયો


ઈશાન કિશન પણ આ મેચમાં ખાસ ઉકાળી શક્યો નહોતો. ધોનીએ તેને આઉટ કરવા બરાબરની જાળ ફસાવી હતી. 10મી ઓવરમાં બ્રાવો બોલિંગ કરવા આવ્યો ત્યારે શોર્ટ કવર પર ફિલ્ડર ઉભો રાખી દીધો હતો. ધોની જાણતો હતો કે ઈશાન કિશન બોલ સ્ટ્રેટ ફટકારશે તેથી તેણે ત્યાં ટીમનો શાનદાર ફિલ્ડર રૈના ગોઠવી દીધો. પ્લાન મુજબ બ્રાવોએ બોલ નાંખ્યો અને કિશને શોટ ફટકારતાં જ રૈનાના હાથમાં કેચ આઉટ થયો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સનો રકાસ થયો હતો.


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની ઘર આંગણે રમાનારી મેચોની થઈ જાહેરાત, જાણો અમદાવાદમાં ભારતની કઈ ટીમ સામે થશે ટક્કર


BCCI on Match Fee Hike: જય શાહે ઘરેલુ ક્રિકેટરોને શું આપી મોટી ભેટ ? જાણો વિગત