નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ભારતની આંતરરાષ્ટ્રીય ઘરેલુ સીઝન 2021-22ની જાહેરાત કરવામાં આવી છે. ભારત ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે ઘર આંગણે સીરિઝ રમશે. ન્યૂઝીલેંડ સામે 17 નવેમ્બરે, જયપુરમાં ટી-20 રમાશે. તેની સાથે જ ભારતના ઘરેલુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીઝનની શરૂઆત થશે, જે 19 જુનનના રોજ સાઉથ આફ્રિકા સામે દિલ્હીમાં રમાનારી ટી-20 સાથે પૂરી થશે.


ન્યૂઝીલેન્ડ ભારતમાં ત્રણ ટી-20 અને બે ટેસ્ટ રમશે


ભારત ન્યૂઝીલેન્ડ સામે 17, 19 અને 21 નવેમ્બરે અનુક્રમે જયપુર, રાંચી અને કોલકાતામાં ટી-20 રમશે. જે બાદ 25-29 નવેમ્બરે કાનપુરમાં પ્રથમ ટેસ્ટ અને 3 થી 7 ડિસેમ્બરે મુંબઈમાં બીજી ટેસ્ટ રમશે.


વેસ્ટ ઈન્ડિઝ ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે


વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝની શરૂઆત વન ડેથી થશે. અમદાવાદમાં 6 ફેબ્રુઆરીએ પ્રથમ વડે રમાશે. જે બાદ 9 અને 12 ફેબ્રુઆરીના રોજ જયપુર અને કોલકાતામાં બીજી અને ત્રીજી વન ડે રમાશે. વન ડે સીરિઝ બાદ ત્રણ ટી-20 રમાશે. 15 ફેબ્રુઆરીએ કટકમાં, 18 ફેબ્રુઆરીએ વિઝાગમાં અને 20 ફેબ્રુઆરી ત્રિવેંદ્રમમાં ટી-20 રમાશે.


શ્રીલંકા ભારતમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-20 રમશે


ભારત-શ્રીલંકા સીરિઝની શરૂઆત ટેસ્ટ શ્રેણીથી થશે. બેંગલુરુમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પ્રથમ ટેસ્ટ અને 5 થી 9 માર્ચ દરમિયાન મોહાલીમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.  જે બાદ મોહાલીમાં 13 માર્ચે પ્રથમ, ધર્મશાળામાં 15 માર્ચે બીજી અને લખનઉમાં 18 માર્ચે ત્રીજી ટી-20 રમાશે.






સાઉથ આફ્રિકા સામે ભારત પાંચ ટી-20 રમશે


આ પછી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી જૂન મહિનામાં ભારતમાં રમાશે. 9 જૂને  ચેન્નઈમાં પ્રથમ ટી-20, 12 જૂને બેંગલુરુમાં બીજી ચી-20, 14 જૂને નાગપુરમાં ત્રીજી ટી-20, 17 જૂને રાજકોટમાં ચોથા ટી-20 અને 19 જૂને દિલ્હીમાં પાંચમી ટી-20 રમાશે.


આ પણ વાંચોઃ  BCCI on Match Fee Hike: જય શાહે ઘરેલુ ક્રિકેટરોને શું આપી મોટી ભેટ ? જાણો વિગત