Shardul Thakur Replaces Prasidh Krishna: ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે, ઇન્ડિયા એ અને ન્યૂઝીલેન્ડ એની વચ્ચે ત્રણ-ચાર દિવસીય પહેલી મેચ ડ્રૉ પર પુરી થઇ હતી, હવે બન્ને ટીમોની વચ્ચે મેચ 8 સપ્ટેમ્બરે બેંગ્લુરુમાં શરૂ થશે. આ આગામી મેચ પહેલા ભારતીય ટીમ માટે રાહતના સમાાચાર સામે આવ્યા છે. ખરેખરમાં ઇન્ડિયા એ ટીમમાં ઇજાગ્રસ્ત પ્રસિદ્ધ ક્રિષ્ણાની જગ્યાએ ભારતના અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. તે પ્રસિદ્ધ ક્રિષ્ણાના રિપ્લેસમેન્ટ તરીકે ટીમ સાથે જોડાશે. 


ટીમ સાથે જલદી જોડાશે શાર્દુલ ઠાકુર +- 
ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર બહુજ જલદી ઇન્ડિયા એ ટીમ સાથે જોડાશે. તે ભારતના ફાસ્ટ બૉલર પ્રસિદ્ધ ક્રિષ્ણાની જગ્યાએ ટીમમાં જગ્યા બનાવશે. ઠાકુર તાજેતરમાં જ થાઇલેન્ડમાં વેકેશન એન્જૉય કરી રહ્યો હતો, ત્યારબાદ તેને તરત જ પાછા ફરવા માટે એસઓએસ મોકલવામા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત એ અને ન્યૂઝીલેન્ડ એની વચ્ચે પહેલી મેચ ડ્રૉ થઇ હતી.


પ્રસિદ્ધ ક્રિષ્ણાને ઇજા -
બીસીસીઆઇના સોર્સે એ વાતની જાણકારી આપતા બતાવ્યુ હતુ કે ભારતના યુવા ફાસ્ટ બૉલર પ્રસિદ્ધ ક્રિષ્ણા પીઠની સમસ્યાથી પરેશાન છે, આ ઇજાના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની રમાનારી સીરીઝમાંથી બહાર થવુ પડ્યુ છે. જેના કારણે હવે તેની જગ્યાએ અનુભવી બૉલર શાર્દુલ ઠાકુર ટીમમાં સામેલ થશે.


આ પણ વાંચો............


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?


Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ


IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ


India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ


Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો


Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'