Rohit Sharma Records: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની છેલ્લી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ બેટિંગ કરતા 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ અડધી સદી સાથે રોહિતે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલમાં 150 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ મેચમાં ભારતીય કેપ્ટને અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું અને રેકોર્ડ બનાવ્યો છે. જાણો આ મેચમાં રોહિતે કયા રેકોર્ડ બનાવ્યા.
T20 ઇન્ટરનેશનલમાં 50+ સ્કોરનો સૌથી વધુ સ્કોરર બન્યો
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં 50 રન પૂરા કરતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ સ્કોર પોતાના નામે કરી લીધો છે. રોહિતે અત્યાર સુધી 30 મેચમાં 50 થી વધુ રન બનાવ્યા છે. તેના પહેલા તે વિરાટ કોહલીના નામે હતો. વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં 29 વખત 50થી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે. બાબર આઝમે 25 મેચમાં 50થી વધુ રન બનાવ્યા છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર છે જેણે 22 વખત 50થી વધુ સ્કોર બનાવ્યા છે.
T20માં 150 સિક્સર મારનાર વિશ્વનો બીજો ખેલાડી
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે 56 રનની ઈનિંગમાં 3 સિક્સર ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં 150 સિક્સર મારનાર વિશ્વનો બીજો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે છે.
રનના મામલામાં વિરાટ કરતાં માત્ર 30 રન પાછળ છે
આ સિવાય રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં રનના મામલામાં વિરાટ કોહલી કરતા માત્ર 30 રન પાછળ છે. રોહિત શર્માના નામે T20 ઈન્ટરનેશનલમાં 3197 રન છે જ્યારે વિરાટ કોહલીના નામે 3227 રન છે. આ મામલામાં પણ ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ સૌથી આગળ છે. ગુપ્ટિલના નામે 111 ટી20 મેચમાં 3248 રન છે.