કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં કોહલી ગુસ્સામાં જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી DRSના નિર્ણયથી એટલો બધો ગુસ્સે થઇ ગયો હતો કે તેણે સ્ટમ્પ પાસે આવેલા માઇકમાં ટિપ્પણી કરી હતી કે આખો દેશ મારી ટીમ વિરુદ્ધ રમી રહ્યો છે. વાસ્તવમાં અમ્પાયરે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને આઉટ કર્યો હતો પરંતુ રિવ્યૂ લીધા બાદ નિર્ણય ફેરવી દેવામા આવ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી કોહલી ગુસ્સે થયો હતો.
અશ્વિને રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી હતી. બોલ ખૂબ વધુ અંદર આવ્યો હતો. એલ્ગરે બોલને લેગ સાઇડ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ એલ્ગરના પેડ પર ટકરાઇ હતી. ભારતીય ટીમે જોરદાર અપીલ કરી હતી. અમ્પાયર મરે ઇરાસમસે તરત આઉટ આપી દીધો હતો જેનાથી ટીમ ઇન્ડિયા ખુશીથી ઝૂમી ઉઠી હતી.
પરંતુ એલ્ગરે રિવ્યૂ લીધો હતો. બોલ ટ્રેકિંગમાં બોલ વિકેટથી ઉપર જતી જોવા મળી રહી હતી. જોકે થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલ્યો હતો. અશ્વિને આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે તમારે જીતવા માટે ખૂબ સારા રસ્તા અપનાવવા જોઇએ સુપરસ્પોર્ટ્સ.
કોહલી પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે સ્ટમ્પ માઇક પાસે આવીને પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે આખો દેશ મારી ટીમ વિરુદ્દ રમી રહ્યો છે.
IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!
ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી
Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો