Ind Vs Sa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે. આ ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને મીડલ ઓર્ડ઼રે ખરાબ દેખાવ કર્યો છે અને સૌથી વધુ સવાલ સીનિયર ખેલાડી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે  પર ઉઠી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટે બંન્ને સીનિયર ખેલાડીઓને ખરાબ દેખાવ છતા વારંવાર તક આપી છે. સાઉથ આફ્રિકાની ટેસ્ટ સીરિઝમાં રહાણે અને પૂજારા સંપૂર્ણ રીતે ફેઇલ રહ્યા છે.


પૂજારા અને રહાણે ફરી એકવાર નિષ્ફળ રહેતા લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ફૂટ્યો હતો. લોકોએ તેમના પ્રદર્શનને લઇને ખૂબ ટીકા કરી હતી. પૂજારા અને રહાણેના ફ્લોપ શો બાદ સોશિયલ મીડિયા પર #Purane ટ્રેન્ડ થવા લાગ્યું હતું.


જો પૂજારાની વાત કરીએ તો ત્રણ ટેસ્ટ મેચની કુલ છ ઇનિંગમાં તેણે ફક્ત 124 રન બનાવ્યા છે જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે જ્યારે રહાણેએ ત્રણ મેચની છ ઇનિંગમાં 136 રન બનાવ્યા છે જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે રહાણે છેલ્લે 2020માં સદી ફટકારી હતી જ્યારે પૂજારાએ છેલ્લી સદી વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. ત્યારે તેણે સિડનીમાં 193 રનની ઇનિંગ રમી હતી.


પૂજારા અને રહાણેના કારણે સારા ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ ઐય્યરને ટીમની બહાર બેસવું પડી રહ્યું છે. સાથે જ ટીમમાં આવવા તૈયાર હનુમા વિહારી, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને તક મળી રહી નથી. ઐય્યરે તો પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી જ્યારે હનુમાન વિહારીએ સિડની ટેસ્ટમાં ઐતિહાસિક ઇનિંગ રમ્યા બાદ ફક્ત બે જ મેચ રમી છે. આગામી ટેસ્ટ સીરિઝમાં ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ સામે એ સવાલ રહેશે કે સીનિયર્સ અને જૂનિયર્સમાંથી કોની પસંદગી કરવામાં આવે.


 


 


IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!


 


TMKOC: બબિતાજીએ તારક મહેતા શૉ છોડ્યો તો આ સુંદર છોકરીની થઇ ગઇ એન્ટ્રી, જાણો કોણ છે આ હૉટ ગર્લ..........


 


ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી


Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો