IND vs AFG 2nd T20: ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, દુબે-જયસ્વાલની ફિફ્ટી
India vs Afghanistan 2nd T20 LIVE Score: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચના અપડેટ્સ મેળવવા માટે ABP લાઈવ સાથે જોડાયેલા રહો.
ભારતે બીજી T20 મેચ જીતી લીધી છે. ભારતે 172 રનનો ટાર્ગેટ 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. શિવમ દુબેએ 32 બોલમાં 63 રનની અણનમ ઇનિંગ રમી હતી. જયસ્વાલે 34 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા અર્શદીપ સિંહે ત્રણ, અક્ષર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લઈને અફઘાનિસ્તાનને 172 રન સુધી રોકી દીધું હતું.
શિવમ દુબેએ 21 બોલમાં ફિફ્ટી ફટકારી છે. ભારત જીતની નજીક છે. ભારતનો સ્કોર 12.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 154 રન છે. જયસ્વાલ 68 રન બનાવીને રમી રહ્યો છે.
જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને 27 બોલમાં ફિફ્ટી ફટકારી. દુબે પણ સારી બેટિંગ કરી રહ્યો છે અને તેણે 13 બોલમાં 27 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 100ને પાર કરી ગયો છે.
જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને 27 બોલમાં ફિફ્ટી ફટકારી. દુબે પણ સારી બેટિંગ કરી રહ્યો છે અને તેણે 13 બોલમાં 27 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 100ને પાર કરી ગયો છે.
વિરાટ કોહલી આઉટ થયો છે. કોહલી 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીની ઇનિંગમાં 5 ચોગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર 5.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 62 રન છે. જયસ્વાલ 33 રન બનાવીને રમી રહ્યો છે.
કેપ્ટન રોહિત શર્મા બીજી મેચમાં પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે. રોહિત શર્મા પ્રથમ બોલ પર જ બોલ્ડ થયો હતો. એક ઓવર પછી ભારતનો સ્કોર 5 રન છે. રોહિત શર્માની ટી-20માં વાપસી પર સવાલો ઉઠ્યા છે.
અફઘાનિસ્તાને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને 173 રનનો ટાર્ગેટ મળ્યો છે. અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબે 35 બોલમાં સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નજીબુલ્લાહ, કરીમ જન્નત અને મુજીબ ઉર રહેમાને છેલ્લી ઓવરોમાં ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી. શિવમ દુબેએ 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
અફઘાનિસ્તાનને સાતમો ફટકો પડ્યો છે. અર્શદીપ સિંહે કરીમ જન્નતને આઉટ કર્યો છે. કરીમ જન્નતે 10 બોલમાં 20 રનની સારી ઇનિંગ રમી હતી. હવે અફઘાનિસ્તાનનો સ્કોર 7 વિકેટે 165 રન છે.
અર્શદીપે નજીબુલ્લાહને આઉટ કર્યો હતો જે જોખની લાગી રહ્યો હતો. અફઘાનિસ્તાનનો સ્કોર 17.2 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 134 રન છે.
અફઘાનિસ્તાનની 5મી વિકેટ પડી છે. બિશ્નોઈને મેચની બીજી વિકેટ મળી હતી. 14.3 ઓવરમાં સ્કોર 5 વિકેટના નુકસાન પર 104 રન છે.
અક્ષર પટેલે ભારતને મોટી સફળતા અપાવી છે. ખતરનાક દેખાતો ગુલબદીન આઉટ થયો છે. ગુલબદીને 57 રન બનાવ્યા હતા. 11.3 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 92 રન છે.
શિવમ દુબેએ આવતાની સાથે જ કમાલ કરી બતાવી છે. અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ પડી છે. 7 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 60 રન છે.
રવિ બિશ્નોઈએ આવતાની સાથે જ કમાલ કરી છે. અફઘાનિસ્તાનની પ્રથમ વિકેટ 2.2 ઓવરમાં પડી હતી. સ્કોર 20 રન છે. ગુરબાઝ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે.
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક અને મુજીબ ઉર રહેમાન.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી અને જયસ્વાલ પરત ફર્યા છે. ગિલ અને તિલક વર્માને બાકાત રાખવામાં આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs Afghanistan 2nd T20 LIVE Score: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ત્રણ મેચોની સીરિઝની બીજી T20 મેચ રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. જોકે, પ્રથમ મેચ જીતવા છતાં ભારતની પ્લેઈંગ 11માં ફેરફાર જોવા મળશે. વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલ રમતા જોવા મળશે. વિરાટ કોહલીની એન્ટ્રીના કારણે શુભમન ગિલને પ્લેઇંગ 11માંથી બહાર જવું પડી શકે છે. જો કે યશસ્વી જયસ્વાલ ફિટ ન હોય તો ગિલ ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -