IND vs AUS 2nd ODI : ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં 99 રને શાનદાર જીત મેળવી, સીરીઝ પર કર્યો કબજો

IND vs AUS 2nd ODI LIVE Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સીરીઝની બીજી વનડેમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે, આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Sep 2023 10:07 PM
ભારતે બીજી વનડે 99 રને જીતી 

બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ  કમાલ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

પ્રસિદ્ધ કૃષ્ણાએ સતત બે બોલ પર બે વિકેટ ઝડપી

પ્રસિદ્ધ કૃષ્ણાએ બે બોલમાં બે વિકેટ  ઝડપી છે.  પ્રથમ બોલમાં મેથ્યુ શોર્ટને 9 રને શિકાર બનાવ્યો અને  ફરી સ્ટીવ સ્મિથ શૂન્ય પર પવેલિયન પરત મોકલ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરી છે. 

બે મોટો ઝટકા લાગ્યા ઓસ્ટ્રેલિયાની ટીમને

ઓસ્ટ્રેલિયાની ટીમને શરુઆતમાં જ બે મોટો ઝટકા લાગ્યા છે. મૈથ્યુ શોર્ટ 9 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં સ્ટિવ સ્મિથ પણ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે. 

ભારતે 399/5 બનાવ્યા, કાંગારુને મોટો ટાર્ગેટ

ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 400 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. તે જ સમયે, સમગ્ર વનડેમાં આ ભારતનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે.

સૂર્યકુમારની અડધી સદી

ભારતે 47 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 372 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવે પોતાની વનડે કારકિર્દીની ચોથી અડધી સદી 24 બોલમાં પૂરી કરી હતી. આ તેની સતત બીજી અડધી સદી છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ 50 રન બનાવ્યા હતા. હાલમાં સૂર્યા 27 બોલમાં 58 રન બનાવીને ક્રીઝ પર છે અને જાડેજાએ એક રન બનાવ્યો છે.

કેપ્ટન કેએલ રાહુલ આઉટ

ભારતને 46મી ઓવરના છેલ્લા બોલ પર પાંચમો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલ 355ના કુલ સ્કોર પર આઉટ થયો હતો. તે કેમરૂન ગ્રીન દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. રાહુલે 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 52 રનની ઇનિંગ રમી હતી. હાલમાં સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 43 રન બનાવીને ક્રીઝ પર છે. રવિન્દ્ર જાડેજા મેદાનમાં આવ્યા છે.

રાહુલની ફિફ્ટી, સૂર્યાની તોફાની બેટિંગ 

કેપ્ટન કેએલ રાહુલે પોતાની વનડે કારકિર્દીની 15મી અડધી સદી 35 બોલમાં ફટકારી હતી. તેણે અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. તે જ સમયે, ઇન્દોરમાં સૂર્યકુમાર યાદવનું તોફાન જોવા મળી રહ્યું છે. તેણે 44મી ઓવરમાં કેમેરૂન ગ્રીનની બોલિંગ પર સતત ચાર સિક્સર ફટકારી હતી. તેણે પહેલા ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી. આ પછી પાંચમા બોલ પર એક રન લેવામાં આવ્યો હતો. છેલ્લા બોલ પર પણ એક રન આવ્યો. ભારતે 44મી ઓવરમાં 26 રન બનાવ્યા હતા.

ભારતને ચોથો ઝટકો

302ના સ્કૉર પર ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશનને એડમ ઝમ્પાને એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 18 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 31 રન બનાવી શક્યો હતો. હાલમાં કેપ્ટન કેએલ રાહુલ 28 બોલમાં 45 રન અને સૂર્યકુમાર યાદવે બે રન બનાવીને ક્રિઝ પર છે. રાહુલ અને કિશન વચ્ચે ચોથી વિકેટ માટે 33 બોલમાં 59 રનની ભાગીદારી થઈ હતી. 41 ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટે 306 રન છે.

ભારતનો સ્કૉર 280 રનને પાર

39 ઓવર પછી ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા છે. હાલમાં ઈશાન કિશન 14 બોલમાં 23 રન અને કેએલ રાહુલ 22 બોલમાં 38 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 45+ રનની ભાગીદારી છે.

શુભમન ગીલ પણ આઉટ

શ્રેયસ અય્યર બાદ શુભમન ગીલે પણ સદી ફટકાર્યા બાદ મોટા શોટને કારણે પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે 97 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 35 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 249 રન છે. શ્રેયસે 90 બોલમાં 105 રનની ઇનિંગ રમી હતી. શુભમન અને શ્રેયસ વચ્ચે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી થઈ હતી. હાલમાં કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે.

ઇન્દોરમાં ગીલની આ બીજી સદી

ઈન્દોરમાં શુભમનની આ બીજી સદી છે. આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં તેણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી વનડેમાં 78 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેણે 13 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. હવે શુભમને ફરી એકવાર મોટી ઇનિંગ રમી છે.

શુભમન ગીલે પણ ફટકારી સદી

શ્રેયસ અય્યર બાદ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શુભમન ગિલનો કમાલ જોવા મળ્યો છે. તેણે તેની વનડે કારકિર્દીની છઠ્ઠી સદી અને 92 બૉલમાં એકંદરે નવમી સદી ફટકારી. વનડેમાં છ સદી ઉપરાંત તેણે ટેસ્ટમાં બે સદી અને ટી20માં એક સદી ફટકારી છે. 33 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 230 રન છે. શુભમન 92 બોલમાં 100 રન અને કેએલ રાહુલ નવ રન પર બેટિંગ કરી રહ્યો છે. આ પહેલા શ્રેયસ અય્યર 90 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો હતો.

જીવનદાનનો ફાયદો ના ઉઠાવી શક્યો અય્યર 

31મી ઓવરમાં જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. ખરેખર, આ ઓવરમાં શીન એબૉટ બૉલિંગ કરી રહ્યો હતો. એબૉટે ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસને પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી શ્રેયસ પેવેલિયન પરત ફરવા લાગ્યો. જો કે, ઓનફિલ્ડ અમ્પાયર કેચથી સંપૂર્ણ સંતુષ્ટ જણાતા ન હતા અને તેમને ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યા હતા. થર્ડ અમ્પાયરે રિવ્યૂમાં જોયું કે કેચ લેતી વખતે એબોટ સંપૂર્ણ નિયંત્રણમાં ન હતો અને બોલ પણ જમીન પર અથડાયો હતો. આવી સ્થિતિમાં શ્રેયસને જીવનદાન મળ્યુ હતુ, અને થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો. શ્રેયસ પાછો ફર્યો અને બીજા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. જો કે, તે જીવનદાનનો ફાયદો ઉઠાવી ના શક્યો, અને તેના આગલા બોલ પર ફરી એક મોટા શોટમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી. આ વખતે શ્રેયસ એબોટના બોલ પર મેથ્યૂ શોર્ટના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસે 90 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસે શુભમન સાથે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. 31 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 216 રન છે. હાલમાં, શુભમન ગિલ 95 રન બનાવીને ક્રિઝ પર છે અને તેની છઠ્ઠી સદીની નજીક છે. કેપ્ટન કેએલ રાહુલ તેને સપોર્ટ કરવા આવ્યા છે.

શ્રેયસ અય્યરની સદી

ભારતનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં 86 બોલમાં સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની ત્રીજી અને એકંદરે ચોથી સદી હતી. શ્રેયસે વનડે સિવાય ટેસ્ટમાં પણ સદી ફટકારી છે. માર્ચમાં શ્રેયસ પીઠની ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો. આ પછી, તેણે તાજેતરમાં એશિયા કપમાં પુનરાગમન કર્યું, પરંતુ બે મેચ રમ્યા પછી તે ફરીથી ઈજાગ્રસ્ત થયો. જો કે, તે એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે અને આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. હવે સદી ફટકારીને શ્રેયસે વિપક્ષી ટીમોને વર્લ્ડકપથી ચેતવી દીધી છે. તે જ સમયે ટીમ મેનેજમેન્ટ પણ તેની સદીથી રાહતનો શ્વાસ લેશે. શ્રેયસનો પણ વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અય્યર-ગીલની શાનદાર બેટિંગ 

ભારતે 26 ઓવર પછી એક વિકેટે 190 રન બનાવ્યા છે. હાલમાં શ્રેયસ અય્યર 76 બોલમાં 88 રન અને શુભમન ગિલ 69 બોલમાં 86 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. શ્રેયસ તેની ત્રીજી અને શુભમન તેની છઠ્ઠી વનડે સદીની નજીક છે. બંને વચ્ચે 135 બોલમાં 174 રનની ભાગીદારી છે. ભારતને એકમાત્ર ફટકો ઋતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. તે આઠ રન બનાવી શક્યો હતો.

ભારતનો સ્કૉર 150 રનને પાર 

ભારતનો સ્કૉર એક વિકેટના નુકસાને 150 રનને પાર કરી ગયો છે. શ્રેયસ અને શુભમન વચ્ચે શાનદાર સદીની ભાગીદારી રહી છે. બંને બેટ્સમેન ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે અને ટીમ ઈન્ડિયા જોરદાર સ્કોર તરફ આગળ વધી રહી છે. 20 ઓવર પછી ભારતનો સ્કૉર 158/1 છે.

અય્યરની ધમાકેદાર ફિફ્ટી

શ્રેયસ અય્યરની પણ ધમાકેદાર ફિફ્ટી પુરી થઇ ગઇ છે, અય્યરે 43 બૉલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 54 રનની ઇનિંગ રમી છે. 17 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર એક વિકેટના નુકસાને 131 રન પર પહોંચ્યો છે, ગીલ 62 રન બનાવીને રમી રહ્યો છે.

અય્યરની ધમાકેદાર ફિફ્ટી

શ્રેયસ અય્યરની પણ ધમાકેદાર ફિફ્ટી પુરી થઇ ગઇ છે, અય્યરે 43 બૉલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 54 રનની ઇનિંગ રમી છે. 17 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર એક વિકેટના નુકસાને 131 રન પર પહોંચ્યો છે, ગીલ 62 રન બનાવીને રમી રહ્યો છે.

શુભમન ગિલની ફિફ્ટી

શુભમન ગિલે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કૉર 100 રનને પાર કરી ગયો છે.

ભારતની દમદાર બેટિંગ, પાવરપ્લેમાં ભારતે 80 રન બનાવ્યા

ભારતીય ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા છે. વરસાદ બાદ રમત શરૂ થઈ ગઈ છે. શુબમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બંને વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે અને આ જોડી ભારતને મોટા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે.

વરસાદના કારણે મેચ અટકાવાઇ

ઈન્દોરમાં વરસાદ પડ્યો છે. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે 9.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 79 રન બનાવી લીધા હતા. 20 બૉલમાં 34 રન બનાવ્યા બાદ અય્યર બેટિંગ કરી રહ્યો છે. ગિલે 27 બૉલમાં 32 રન બનાવ્યા છે. ભારતની શરૂઆત શાનદાર રહી છે.

ગીલ-અય્યર વચ્ચે અર્ધશતકીય પાર્ટનરશીપ

શ્રેયસ અય્યર અને શુભમન ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને બેટ્સમેન સારા ફોર્મમાં છે અને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે.

ભારતનો સ્કૉર 50 રનને પાર 

ભારતનો સ્કૉર એક વિકેટના નુકસાન સાથે 50 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે સારી ભાગીદારી છે. બંને સારી ગતિએ રન બનાવી રહ્યા છે અને ટીમ ઈન્ડિયાને સારી સ્થિતિમાં લઈ જઈ રહ્યા છે. આઠ ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 54 રન છે.

ભારતને પ્રથમ ઝટકો

બીજી વનડેમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. ભારતની પ્રથમ વિકેટ માત્ર 16 રન પર પડી. હેઝલવુડે ઋતુરાજ ગાયકવાડની વિકેટ લીધી હતી. ગાયકવાડ 12 બૉલમાં 2 ચોગ્ગા સાથે 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો છે. 3.5 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે.

ભારતની શાનદાર શરૂઆત

ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ઋતુરાજે ઈનિંગના પહેલા બૉલ પર ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. 2 ઓવર પછી ભારતનો સ્કૉર કોઈ પણ નુકશાન વિના 14 રન છે.


 

ભારતની પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન-વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ણા.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વૉર્નર, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જૉશ ઈંગ્લિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, શીન એબૉટ, એડમ ઝમ્પા, જૉશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વૉર્નર, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જૉશ ઈંગ્લિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, શીન એબૉટ, એડમ ઝમ્પા, જૉશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી 

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના રેગ્યૂલર કેપ્ટન પેટ કમિન્સે ગઇ મેચમાં કાંડામાં ઈજાગ્રસ્ત થયો હતો, અને આ મેચમાં તે આરામ કરી રહ્યાં છે. વળી, ભારતમાં બુમરાહ પણ આ મેચ નથી રમી રહ્યો, તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે.

ઇન્દોરમાં ભારત અજેય 

ભારત 2006માં ઈન્દોરમાં પ્રથમ વાર વનડે રમ્યું હતું. ત્યારે તેને ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતુ. આ પછી ટીમ ઈન્ડિયા અહીં 6 વનડે રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન તે તમામ મેચો જીતવામાં સફળ રહી છે. જ્યાં સુધી ઓસ્ટ્રેલિયા સામેની મેચની વાત છે તો અહીં બંને ટીમો એક વખત સામસામે આવી ચૂકી છે. 2017માં ટીમ ઈન્ડિયાએ તેને પાંચ વિકેટથી હરાવ્યું હતું.

આજે વરસાદ બની શકે છે વિલન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે 5 વિકેટે જીતીને સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત પાસે બીજી વનડે જીતીને સીરીઝમાં અજેય લીડ મેળવવાની તક છે. જોકે, સીરીઝ જીતવાના ભારતના માર્ગમાં વરસાદ અવરોધ બની શકે છે. ઈન્દોરમાં રવિવારે આકાશ વાદળછાયું રહેશે અને દિવસભર વરસાદ પડવાની ધારણા છે.

પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાનું નક્કી 

ભારત પ્રથમ વનડે જીતવા છતાં પ્લેઇંગ 11માં ફેરફાર કરી શકે છે. ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. બુમરાહની જગ્યાએ સિરાજ વાપસી કરી શકે છે. બીજી વનડેમાં વૉશિંગ્ટન સુંદરને પણ તક મળે તેવી શક્યતા છે. જોકે, બેટિંગમાં કોઈ ફેરફાર થવાની શક્યતા જણાતી નથી.

શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડ કરશે ઓપનિંગ 

બીજી વનડેમાં પણ ઋતુરાજ ગાયકવાડને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવાની તક મળશે. શ્રેયસ અય્યર માટે આ મેચ ઘણી મહત્વની સાબિત થવા જઈ રહી છે. છેલ્લી મેચમાં અય્યરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ફિલ્ડિંગ બાદ અય્યરે બેટિંગમાં પણ નિરાશ કર્યો હતો. જો અય્યર આજે પ્રદર્શન કરી શકશે નહીં તો તેના માટે વર્લ્ડ કપની પ્લેઈંગ 11માં જગ્યા બનાવવી શક્ય નહીં બને. ઈશાન કિશનને પ્લેઈંગ 11માં ઐયર કરતાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં મુશ્કેલીઓ 

ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો તે વર્લ્ડકપ પહેલા મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. મેક્સવેલ અને સ્ટાર્ક પણ આ મેચમાંથી બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયાને માર્શ પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. આ સાથે ઓસ્ટ્રેલિયાને સ્મિથ, વોર્નર અને લેબુશેન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. હેઝલવુડ પણ વાપસી કરી શકે છે. આ મેચમાં પણ ઝમ્પા ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. બીજી વનડેમાં એલેક્સ કેરીને પણ તક મળે તેવી શક્યતા છે.

સીરીઝ કબજે કરવા ભારતનો પ્રયાસ

ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સીરીઝની બીજી વનડેમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે, આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે, પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે આજની મેચ જીતીને કાંગારુ ટીમ સીરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે.  

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS 2nd ODI LIVE Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા આજે સીરીઝની બીજી વનડેમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે, આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે, પ્રથમ મેચમાં જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે આજની મેચ જીતીને કાંગારુ ટીમ સીરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.