સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી.


પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં છે. આ પહેલા ડેબ્યૂ મેન પુકોવસ્કીએ 67 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આઉટ થતાં પહેલા તેણે લાબુશાને સાથે મળી બીજી વિકેટની 100 રનની ભાગીદારી કરી હતી. વોર્નર માત્ર 5 રન બનાવી શક્યો હતો.



યજમાન ટીમમાં ડેવિડ વોર્નરની અને પ્રવાસી ટીમમાં રોહિત શર્માની વાપસી થઈ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી વિલ પુકોવસ્કી અને ભારત તરફથી નવદીપ સૈનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે.

ભારતીય ટીમ

શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની

ઓસ્ટ્રેલિયાની ટીમ

ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક, જાણો શું છે કારણ

રાશિફળ 7 જાન્યુઆરીઃ આજે કઈ રાશિના જાતકોએ રાખવી પડશે વધારે સાવધાની, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ