ICC Cricket World Cup 2023 Final: વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે ભારતીય ટીમ 12 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા જ્યારે 2011માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી ત્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. હવે ભારતીય ટીમ ફરી એકવાર ફાઈનલમાં પહોંચી ગઈ છે અને આશા છે કે ટીમ આ વખતે પણ વર્લ્ડ ચેમ્પિયન બનશે. 2011 વર્લ્ડ કપ અને 2023 વર્લ્ડ કપમાં ઘણી બધી વસ્તુઓ સમાન બની છે, જે દર્શાવે છે કે આ બંને વર્લ્ડ કપનું પરિણામ પણ એક જ હશે.



  • પ્રથમ સંયોગ: 2011ના વર્લ્ડ કપના એક વર્ષ પહેલા ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો, અને 2011 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. આ વખતે, 2023 વર્લ્ડ કપના એક વર્ષ પહેલા, ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ 2023 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી શકી નહોતી.

  • બીજો સંયોગ: 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નંબર-4 પર બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. એ જ રીતે, 2023 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ સામે છેલ્લી ગ્રુપ મેચ રમી હતી, જેમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી અને તે મેચનો પ્લેયર બન્યો હતો.

  • ત્રીજો સંયોગ: 2011ના વર્લ્ડ કપમાં લેફ્ટ આર્મ સ્પિન બોલર યુવરાજ સિંહે આયર્લેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી. આ વખતે 2023 વર્લ્ડ કપમાં પણ લેફ્ટ આર્મ સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટ ઝડપી છે.

  • ચોથો સંયોગ: 2011ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પાંચ બોલરો ઝહીર ખાન, આશિષ નેહરા, મુનાફ પટેલ, હરભજન સિંહ અને યુવરાજ સિંહે પાકિસ્તાન સામેની મેચમાં 2-2 વિકેટ લઈને મેચ જીતી હતી. 2023 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાના પાંચ બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લઈને પાકિસ્તાન સામેની મેચ જીતી છે.

  • પાંચમો સંયોગ: 2011ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી, જે વર્લ્ડ કપમાં તેની પ્રથમ સદી પણ હતી. આ વખતે 2023 વર્લ્ડ કપમાં પણ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી લીધી હતી.


આવી સ્થિતિમાં, આ બધા સંયોગોને જોતા એવું લાગે છે કે 2011ની જેમ 2023 વર્લ્ડ કપની ફાઇનલ મેચોમાં ટીમ ઇન્ડિયા ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરશે.


IND vs AUS Final:  જો આમ થશે તો ભારત-ઓસ્ટ્રેલિયા બંને બનશે ચેમ્પિયન, જાણો શું છે ICCનો નિયમ


વર્લ્ડકપની ફાઇનલ હશે ખાસ, એર શોથી લઈને થશે આ વસ્તુ, જાણો સંપૂર્ણ વિગત