IND vs AUS, T20 WC: ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં ભારતનો વિજય, રોહિત શર્માએ ફટકારી અડધી સદી
T20 WC 2021, Warm-Up Match, Ind vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની વૉર્મ અપ મેચ શરૂ થઇ છે. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે,
ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતની આઠ વિકેટે જીત થઇ હતી. ઓસ્ટ્રેલિયા ભારતને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 17.5 ઓવરમાં 153 રન કરી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 60 રન ફટકાર્યા હતા. તે સિવાય લોકેશ રાહુલે 39, સૂર્યકુમાર યાદવે અણનમ 38 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 60 રન ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો છે. રોહિત શર્મા 60 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 36 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ અગાઉ લોકેશ રાહુલ 39 રન ફટકારી આઉટ થયો હતો. સૂર્ય કુમાર યાદવ 32 રને રમતમાં છે.
વૉર્મ અપ મેચની પ્રથમ ઇનિંગ પુરી થઇ ચૂકી છે. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવર રમીને 5 વિકેટો ગુમાવીને 152 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ સ્ટીવ સ્મિથે 57 (48) રનની ઇનિંગ રમી હતી. આ પછી માર્કસ સ્ટૉઇનિસે 41 (25) રન અને ગ્લેન મેક્સવેલે 37 (28) રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન 2 વિકેટ, જ્યારે ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચાહરે 1-1 વિકેટો ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયન મીડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ફરી એકવાર ફોર્મમાં દેખાયો છે. વૉર્મ અપ મેચમાં તેને ભારતીય ટીમ વિરુદ્ધ શાનદાર ફિફ્ટી ફટકારી છે. સ્મિથે 41 બૉલમાં 6 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી છે. 17 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 4 વિકેટે 118 રન પર પહોંચ્યો છે. સ્મિથ 51 રન અને સ્ટૉઇનિસ 18 રન બનાવીને ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયાએ ચોથી વિકેટ ગુમાવી, રાહુલ ચાહરે ગ્લેન મેક્સવેલને ક્લિન બૉલ્ડ કરી દીધો. મેક્સવેલે તોફાની ઇનિંગ રમતા 28 બૉલમાં 37 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા સામેલ છે. 14 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 4 વિકેટો ગુમાવીને 87 રને પહોંચ્યો, સ્ટીવ સ સ્મિથ 29 રન અને માર્કેસ સ્ટૉઇનિસ 10 રન બનાવીને ક્રિઝ પર છે.
વોર્મ અપ મેચમાં શરૂઆતી વિકેટો ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગને સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલે સંભાળી છે. 10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 3 વિકેટે 57 રનને પાર થઇ ગયો છે. સ્મિથ 22 રન અને મેક્સવેલ 23 રન બનાવીને ક્રિઝ પર છે.
શરૂઆતી ઓવરોમાં ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાયેલી દેખાઇ રહી છે. ઉપરાછાપરી ત્રણ વિકેટો પડી જતા ભારતીય ટીમે પક્કડ બનાવી લીધી છે. 4 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 3 વિકેટો ગુમાવીને 14 રન બનાવી શકી છે. ડેવિડ વોર્નર 1 રન, એરોન ફિન્ચ 8 રન અને મિશેલ માર્શ 0 રને પેવેલિયન ભેગા થઇ ચૂક્યા છે.
ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેંચ પર બેઠો છે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.
બેન્ચઃ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
કેએલ રાહુલ, રોહિત શર્મા, ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચહર, વરૂણ ચક્રવર્તી
ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (કેપ્ટન), મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટૉઇનિસ, ગ્લેમ મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એસ્ટૉન એગર, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, એડમ જામ્પા
ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (કેપ્ટન), મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટૉઇનિસ, ગ્લેમ મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એસ્ટૉન એગર, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, એડમ જામ્પા
ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેંચ પર બેઠો છે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.
વૉર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ટૉસ જીત્યો, અને પહેલા બેટિંગ પસંદ કરી હતી, જ્યારે ભારતીય ટીમને બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા આ ટી20માં બન્ને મજબૂત ટીમો છે.
બ્રેકગ્રાઉન્ડ
T20 WC 2021, Warm-Up Match, Ind vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની વૉર્મ અપ મેચ શરૂ થઇ છે. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે, અને ભારતીય ટીમને ફિલ્ડિંગ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -