મેલબર્નઃ ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે એક અનોખી ટ્રેનિંગ ડ્રિલ કરી, જે કુશ્તીના મેચ જેવી હતી. તેમાં બે ખેલાડીઓ એક બીજાને પછાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.


ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટ્રેનિંગ સેશન માટે નેટ પર પહોંચનાર પ્રથમ ખેલાડી હતા અને તેણે ફિટનેસ ટેસ્ટમાં ભાગ લીધો હતો. તે આ દરમિયાન હાથમાં બેટ લઈને વિકેટની વચ્ચે દોડ્યા. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શનિવારે બોક્સિંગ ડે ટેસ્ટ રમાવાની છે.

રવીન્દ્ર જાડેજાએ 49 ટેસ્ટ મેચમાં 213 વિકેટની સાથે 1869 રન બનાવ્યા છે. તે માતામાં બોલ લાગવા અને હેમસ્ટ્રિંગના કારણે અંતિમ બે ટી20 અને પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યા ન હતા. ફાસ્ટ બોલર ટી નટરાજને નેટ પર સારી બોલિંગ કરી અને કેપ્ટનશિપ કરી રહેલ અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને અનેક વખત બીટ કર્યો હતો.

પ્રેક્ટિસ સેશનની નોટ્સની અદલા બદલી કરતાં જોવા મળ્યા કોચ

ઓસ્ટ્રેલિયાની ટીમ વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં અંતિમ ઇલેવનમાં રમવાના દાવેદાર કેએલ રાહુલે નેટ પર ઘણો સમય વિતાવ્યો અને આ રીતે જ રૂષપ પંતે પણ નેટ પર સમય વિતાવ્યો હતો. જ્યારે ખેલાડી નેટ પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા ત્યારે મુ્ખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પ્રેક્ટિસ સેશનની નોટ્સની અદલા બદલી કરતાં જોવા મળ્યા હતા.

આ લોકોએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરી રહેલ અજિંક્ય રહાણે સાથે પણ લાંબી વાતચીત કરી. બેટિંગના નેટ સેશન બાદ શાસ્ત્રીએ કેએલ રાહુલ સાથે કેટલીક ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલ પૃથ્વી શોએ પણ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી.