India vs Australia, 3rd ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચોની વનડે સીરીઝમાં 2-1 થી હારનો સામનો કરવાની સાથે જ ભારતીય ટીમે હવે આઇસીસી વનડે રેન્કિંગમાં પોતાનું નંબર-1 નું સ્થાન પણ ગુમાવી દીધું છે. આ સીરીઝની પહેલી મેચમાં હાર બાદ સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરતાં બીજી મેચમાં 10 વિકેટથી જીત મેળવી અને ત્રીજી મેચમાં 21 રનોના અંતરથી જીત હાંસલ કરી લીધી હતી. આ સાથે જ વનડે સીરીઝ 2-1થી કબજે કરી લીધી હતી, આ કારણે ઓસ્ટ્રેલિયા ટીમ વનડે રેન્કિંગમાં નંબર -1 ની પૉઝિશન પર પહોંચી ગઇ છે.  


આ પહેલા વર્ષ 2023ની શરૂઆતમાં જ્યારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે ઘરમાં 3-0 થી વનડે સીરીઝ પોતાના નામે કરી હતી, તે સમયે ટીમે રેન્કિંગમાં પહેલા નંબરનું સ્થાન હાંસલ કર્યુ હતુ. વળી, શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી વનડે સીરીઝને પણ 3-0થી પોતાના નામે કરીને ટીમ ઇન્ડિયાએ આ પૉઝિશન પર ખુદને બરકરાર રાખી હતી.  
જોકે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝની શરૂઆત શાનદાર રીતે કર્યા બાદ ટીમ ઇન્ડિયા પોતાના આ પ્રદર્શનને ચાલુ રાખવામાં સફળ ના રહી, અને તેને સીરીઝમાં 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. 


4 વર્ષ બાદ ઘરઆંગણે વનડે સીરીઝમાં હાર ભારતીય ટીમ  - 
ભારતીય ટીમે છેલ્લા 4 વર્ષોમાં વનડે સીરીઝમાં ખુબ શાનદાર પ્રદર્શન કર્યુ છે. જેમાં તેની ઘરઆંગણે પહેલી વનડે સીરીઝમાં હાર છે. આ પહેલા વર્ષ 2019માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ 5 મેચોની વનડે સીરીઝમાં 3-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ઘરઆંગણે કેપ્ટન તરીકે રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ પહેલી દ્વીપક્ષીય સીરીઝ હાર પણ છે. આ પહેલા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે રમાયેલી 14 દ્વીપક્ષીય સીરીઝને પોતાના નામે કરી લીધી હતી.  


Asia Cup 2023: પાકિસ્તાનમાં જ યોજાઇ શકે છે એશિયા કપ, ભારતની મેચ માટે હશે ખાસ પ્લાન


એશિયા કપ 2023ની યજમાની માત્ર પાકિસ્તાન પાસે જ રહી શકે છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ સામેની મેચ ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમાઈ શકે છે. આ મેદાન દુબઈનું હોવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી ચર્ચા પછી BCCI અને PCB એક નવી યોજના સાથે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સહમત થયા છે. આ યોજના અનુસાર પાકિસ્તાનને એશિયા કપ અપાશે પરંતુ ભારત સામેની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં યોજાશે.


ભારતની મેચનું આયોજન ક્યા મેદાન પર કરાશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ UAE, ઓમાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ એશિયા કપમાં ભારતની પાંચ મેચોની યજમાની કરે તેવી શક્યતા છે. તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઓછામાં ઓછી બે મેચનો પણ સમાવેશ થાય છે.


આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનાર છ દેશોના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ બે સિવાય આ ગ્રુપમાં ક્વોલિફાયર ટીમ હશે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો છે. એશિયા કપ 2023માં 13 દિવસમાં કુલ 13 મેચો રમાશે. 2022 એશિયા કપના ફોર્મેટ મુજબ, દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સુપર 4માં આગળ વધશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે.


આખરી નિર્ણય લેવામાં આવે તે પહેલાં ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશો અને બ્રોડકાસ્ટર્સ માટે સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ તૈયાર કરવા સંક્ષિપ્ત સાથે એક સમિતિની રચના કરવામાં આવી છે. પાકિસ્તાનની બહાર બીજું મેદાન નક્કી કરવામાં હવામાન મહત્ત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. જો કે, એશિયાઈ યજમાનોમાં હાઈ-પ્રોફાઈલ ભારત-પાકિસ્તાન મેચોની યજમાની કરવા માટે ભારે રસ હશે. UAE માં સામાન્ય રીતે સપ્ટેમ્બરની શરૂઆતમાં તાપમાન 40 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ હોય છે, જો કે તેમ છતાં ત્યાં મેચો યોજાઈ છે. 2021ની આઈપીએલ ત્યાં સપ્ટેમ્બરના અંતમાં રમાઈ હતી.


ACCના સભ્યોએ પાકિસ્તાનની બહાર એશિયા કપના આયોજનને લઈને ઘણી બેઠકો યોજી હતી અને હવે આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. આ બેઠકની અધ્યક્ષતા નજમ સેઠીએ કરી હતી, જ્યારે BCCI ટીમમાં તેના સચિવ જય શાહ અને IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલ સામેલ હતા.


ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ રાજકીય સંબંધોને કારણે BCCI પોતાના ખેલાડીઓને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાત કહી હતી. આ પછી પાકિસ્તાને ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડકપનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી હતી અને બંને દેશો તરફથી ભારે વિવાદ બાદ હવે આ મામલાનો ઉકેલ આવે તેમ લાગી રહ્યું છે.