India vs Bangladesh 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14મી ડિસેમ્બરથી 2 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ ચિત્તાગોંગમાં રમાશે. આ મેચ પહેલા ભારત માટે મોટો ફટકો પડ્યો છે. ટીમે નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના પ્રથમ ટેસ્ટમાં ઉતરવું પડશે. વાસ્તવમાં રોહિત ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. આવી સ્થિતિમાં, જાણો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો.




મેચ ક્યારે અને ક્યાં રમાશે


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બર બુધવારથી શરૂ થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે.


 ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 14 થી 18 ડિસેમ્બર દરમિયાન ચિત્તાગોંગમાં રમાશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઢાકાના મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સિરીઝની મેચ રમાઈ હતી, જેમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.




ટેસ્ટ શ્રેણી મેચોનો સમય


ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. મેચની ટોસ સવારે 9 વાગ્યે થશે. નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમયમાં 30 મિનિટનો તફાવત છે.


બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ટીમ ઈન્ડિયા


કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ