IND vs BAN : ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IND vs BAN Live Score Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયરમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. તમે આ મુકાબલાથી જોડાયેલા લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસને 29 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 29 રન બનાવ્યા હતા.
અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર.
ટીમ ઈન્ડિયાને જીતવા માટે 12 રનની જરૂર છે. ભારતે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા છે. નીતિશ રેડ્ડી 15 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 25 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. નીતિશ રેડ્ડી 14 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 16 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને હવે જીતવા માટે 22 રનની જરૂર છે.
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. સંજુ સેમસન 19 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. મેહદી હસન મિરાજે સંજુ સેમસનને આઉટ કર્યો હતો.
ભારતીય ટીમનો સ્કોર 6 ઓવર બાદ 1 વિકેટે 71 રન છે. હવે ભારતને જીતવા માટે 84 બોલમાં 57 રનની જરૂર છે. અત્યારે સંજુ સેમસન અને નીતિશ કુમાર રેડ્ડી ક્રિઝ પર છે.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પેવેલિયન પરત ફર્યો છે. સૂર્યકુમાર યાદવને મુસ્તફિઝુર રહેમાને આઉટ કર્યો હતો. ભારતીય કેપ્ટને 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
ભારતનો સ્કોર 4 ઓવર પછી 1 વિકેટે 44 રન છે. અત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 9 રન બનાવ્યા છે. તે જ સમયે, સંજુ સેમસન 11 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક શરૂઆત બાદ પ્રથમ વિકેટ પડી. અભિષેક શર્મા 7 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
ભારતે 2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 25 રન બનાવી લીધા છે.
ભારત તરફથી સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશે સૌપ્રથમ શરીફુલ ઈસ્લામને સોંપ્યો છે.
બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ માટે મેહદી હસન મિરાજે 35 રનની સારી ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન નઝમુલે 25 બોલનો સામનો કરીને 27 રન બનાવ્યા હતા. તૌહિદ 12 રન બનાવીને આઉટ થયો હતો. તસ્કીન અહેમદે પણ 12 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં.
ભારત માટે વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી હતી. અર્શદીપે 3.5 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. વરુણે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને મયંક યાદવને પણ 1-1 વિકેટ મળી હતી.
બાંગ્લાદેશે 19 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા છે. મેહદી હસન મિરાજ 32 રન બનાવીને રમી રહ્યો છે. મુસ્તાફિઝુર રહેમાન 1 રન બનાવીને રમી રહ્યો છે.
બાંગ્લાદેશ ઓલઆઉટ થવાની નજીક છે. ટીમની નવમી વિકેટ શોરીફુલ ઈસ્લામના રૂપમાં પડી હતી. તેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો.
બાંગ્લાદેશે 18 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા છે. મેહદી 30 રન બનાવીને રમી રહ્યો છે.
બાંગ્લાદેશની આઠમી વિકેટ પડી. તસ્કીન અહેમદ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેને અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ રન આઉટ કર્યો હતો.
ટીમે 17.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા છે. મેહદી હસન મિરાજ 30 રન બનાવીને રમી રહ્યો છે. શોરફુલ હજુ સુધી ખાતું ખોલાવી શક્યો નથી.
બાંગ્લાદેશની સાતમી વિકેટ પડી. રિશાદ હુસૈન 11 રન બનાવીને આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 14 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 95 રન બનાવી લીધા છે.
બાંગ્લાદેશની છઠ્ઠી વિકેટ પડી. શાંતો 25 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
બાંગ્લાદેશે 12 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે. મેહદી 13 રન બનાવીને રમી રહ્યો છે. રિશાદ હુસૈન હજુ ખાતું ખોલાવી શક્યો નથી.
બાંગ્લાદેશે 11 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 70 રન બનાવી લીધા છે. નઝમુલ 22 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. મેહદી હસન 9 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી છે. મયંક યાદવને પણ એક વિકેટ મળી હતી.
બાંગ્લાદેશની પાંચમી વિકેટ પડી. ઝાકિર અલી 8 રન બનાવીને આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બાંગ્લાદેશે 9.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે.
બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી. મયંક યાદવે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ વિકેટ લીધી છે. તેણે મોહમ્મદુલ્લાહને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
બાંગ્લાદેશે 8 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 45 રન બનાવી લીધા છે. ઝાકિર અલી 1 રન અને નઝમુલ 18 રન સાથે રમી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો છે. તૌહિદ 12 રન બનાવીને આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બાંગ્લાદેશે 6.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 40 રન બનાવી લીધા છે.
બાંગ્લાદેશે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા હતા. તૌહિદ 12 રન બનાવીને રમી રહ્યો છે. નઝમુલ 14 રન બનાવીને રમી રહ્યો છે. 9 બોલનો સામનો કરીને તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.
બાંગ્લાદેશની બીજી વિકેટ પડી. પરવેઝ 9 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બાંગ્લાદેશે 2.4 ઓવરમાં 16 રન બનાવી લીધા છે.
બાંગ્લાદેશે 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવી લીધા છે. પરવેઝ 8 રન બનાવીને રમી રહ્યો છે. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 2 રન સાથે રમી રહ્યો છે. ભારત તરફથી બીજી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી. આ ઓવરમાં તેણે 8 રન આપ્યા હતા.
અર્શદીપ સિંહ ભારત માટે મોટી સફળતા લાવ્યો છે. તેણે લિટન દાસને આઉટ કર્યો છે. લિટન માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશે પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 5 રન બનાવ્યા છે.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસ અને પરવેઝ હુસૈન ઈમોન ઓપનિંગ કરવા આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઓવર અર્શદીપ સિંહને સોંપી છે.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હૃદયોય, મહમુદુલ્લાહ, ઝેકર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શરીફુલ ઈસ્લામ.
ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ.
ગ્વાલિયર T20 મેચ માટે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે તિલક વર્મા, જીતેશ શર્મા, હર્ષિત રાણા અને રવિ બિશ્નોઈને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.
ભારત-બાંગ્લાદેશ મેચ માટે ટોસ ટૂંક સમયમાં થશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેદાનમાં પહોંચી રહ્યો છે.
નમસ્તે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
બ્રેકગ્રાઉન્ડ
IND vs BAN Live Score Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયા આ મુકાબલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતે ટેસ્ટ સિરીઝમાં શાનદાર જીત મેળવી હતી. હવે ટી20 સિરીઝનો વારો છે. જો પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો મયંક યાદવને તક મળી શકે છે. તેમની સાથે નીતિશ રેડ્ડી અથવા વોશિંગ્ટન સુંદર પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવી શકે છે.
મયંક યાદવ ઝડપી બોલર છે અને તેમણે તેમની ગતિથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. મયંકને ટીમ ઈન્ડિયા ડેબ્યૂની તક આપી શકે છે. તેમણે ઘરેલુ મેચોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જો મયંકને તક મળે તો હર્ષિત રાણાને ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. ભારત માટે સંજુ સેમસન ઓપનિંગ કરશે. સેમસનનું સ્થાન પ્લેઇંગ ઇલેવનમાં નક્કી છે.
બાંગ્લાદેશ માટે ભારત સામે જીત સરળ નહીં હોય. તેને કડક ટક્કર મળવાની છે. ટીમ માટે મોહમ્મદુલ્લાહ સારું પ્રદર્શન કરી શકે છે. મેહદી હસન મિરાજ પણ ગ્વાલિયરમાં દમ બતાવી શકે છે. લિટન દાસ અને તન્જીદ હસન પર ઘણી જવાબદારી હશે. જો તેઓ ઓપનિંગ કરશે તો મજબૂત શરૂઆતની જરૂર પડશે.
એક મહત્વપૂર્ણ વાત એ છે કે ટીમ ઇન્ડિયા ખૂબ મજબૂત છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 19 ટી20 મેચ રમી છે. આ દરમિયાન 18 મુકાબલાઓમાં જીત નોંધાવી છે. જ્યારે બાંગ્લાદેશે 9 મેચ જીતી અને 9માં હારનો સામનો કર્યો છે. તેની 7 મેચોની જીત ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ, નેપાળ અને યુએસએ સામે થઈ છે. તેથી વાસ્તવિક પરીક્ષા ભારત સામે થશે.
ભારત બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નિતીશ રેડ્ડી/વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ
બાંગ્લાદેશ: તન્જીદ હસન, લિટન દાસ (વિકેટકીપર), નજમુલ હુસૈન શન્તો (કેપ્ટન), તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, જેકર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તન્જીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ ઇસ્લામ/તસ્કિન અહમદ
- - - - - - - - - Advertisement - - - - - - - - -