Arshdeep Singh Debut Match England vs India 1st T20I: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ સાઉથમ્પટનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી છે. ભારતે આ મેચ માટે અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. અર્શદીપ ભારત માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો છે. આઈપીએલ 2022માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણથી અર્શદીપને ભારતની T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમ્યોઃ


ડાબા હાથનો ફાસ્ટ બોલર અર્શદીપ IPL 2022માં પંજાબ કિંગ્સની ટીમ તરફથી રમતો હતો. તેણે આ સિઝનમાં 14 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં અર્શદીપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 37 રનમાં 3 વિકેટ લેવાનું હતું. તેણે IPL 2022માં ભલે વધુ વિકેટ ન લીધી હોય, પરંતુ તેની બોલિંગ ઘણી અસરકારક હતી. જેના કારણે તે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. અર્શદીપને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.


અર્શદીપે અત્યાર સુધી 49 ટી20 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 52 વિકેટ ઝડપી છે. આ ફોર્મેટમાં અર્શદીપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 32 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે લિસ્ટ Aમાં પણ સારો દેખાવ કર્યો છે. અર્શદીપે લિસ્ટ Aની 17 મેચમાં 21 વિકેટ લીધી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ મેચોની 10 ઇનિંગ્સમાં 21 વિકેટ લીધી છે.






આ પણ વાંચોઃ


UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...