IND vs ENG 2nd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં હારી ગઈ હતી. હૈદરાબાદમાં તેનો 28 રને પરાજય થયો હતો. ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે. વિશાખાપટ્ટનમમાં ભારતના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અહીં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. જો કે તેને અહીં પણ ઈંગ્લેન્ડ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડી શકે છે.


ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ 2016માં 17 નવેમ્બરથી યોજાઈ હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 455 રન અને બીજી ઈનિંગમાં 204 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 255 રન અને બીજી ઈનિંગમાં 158 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 246 રને જીતી લીધી હતી. તેના માટે કોહલી અને ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી. કોહલીએ 267 બોલનો સામનો કરીને 167 રન બનાવ્યા હતા. પૂજારાએ 119 રન બનાવ્યા હતા.


ટીમ ઈન્ડિયાએ અહીં બીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચ 2 ઓક્ટોબર 2019થી રમાઈ હતી. ભારતે 203 રનથી જીત મેળવી હતી. હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ માટે આ મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. આ બંનેએ પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.


તમને જણાવી દઈએ કે ભારતે બીજી ટેસ્ટ મેચ માટે સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યા છે.


ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની અપડેટ ટીમઃ - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.


IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં ઇગ્લેન્ડનો 28 રનથી વિજય, ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડ્યા


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. જેના  જવાબમાં ભારતે 436 રન કર્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 190 રનથી પાછળ રહીને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ ઐતિહાસિક જીતના હિરો ઓલી પોપ હતો, જેણે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા અને ટોમ હાર્ટલી જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે હારી ગઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા. જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.