IND vs NED T20: ટીમ ઇન્ડિયાની ટી20 વર્લ્ડકપમાં બીજી જીત, નેધરલેન્ડ્સને 56 રનોથી હરાવ્યુ

India vs Netherlands T20 World Cup: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો સુપર 12માં પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Oct 2022 04:05 PM
નેધરલેન્ડ્સ સામે 56 રનથી ભારતની જીત

180 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. નેધરલેન્ડ્સની ટીમે 20 ઓવર રમીને 9 વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા, ભારત સામે આ મેચમાં ટીમને 56 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાની ધારદાર બૉલિંગ આગળ નેધરલેન્ડ્સની કોઇપણ બેટ્સમેન 20 રનને પાર કરી શક્યો નહતો. નેધરલેન્ડ્સ તરફથી સૌથી વધુ રન ટિમ પ્રિન્ગલે 20 રન બનાવ્યા હતા. 

ભારતની શાનદાર બૉલિંગ

ટી20 વર્લ્ડકપમાં ભારતે ફરી એકવાર શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર 2, અર્શદીપ સિંહ 2 તથા અક્ષર અને અશ્વિને 2-2 વિકેટો ઝડપી હતી. ભુવીએ 3 ઓવરના પોતાના સ્પેલમાં માત્ર 9 રન આપીને 2 મેઇડન સાથે 2 વિકેટો ઝડપી હતી. 

નેધરલેન્ડ્સના 50 રન પુરા

ભારત સામે નેધરલેન્ડ્સના 50 રન પુરા થઇ ચૂક્યા છે, 10 ઓવરમાં ટીમે 50 રનનો આંકડો પાર કરી લીધો છે. 10 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને નેધરલેન્ડ્સે 51 રન બનાવી લીધા છે. કૉલિન એકરમેન 13 રન અને ટૉપ કૂપર 3 રન બનાવીને ક્રિઝ પર છે.

અક્ષરે અપાવી બીજી સફળતા

ભારતને બીજી સફળતા અક્ષરે અપાવી છે, અક્ષર પટેલે મેક્સ ઓ ડૉડને 16 રને ક્લિન બૉલ્ડ કર્યો છે. 6 ઓવરના અંતે નેધરલેન્ડ્સનો સ્કૉર 2 વિકેટના નુકશાને 27 રન પર પહોંચ્યો છે. અત્યારે લીડે 7 રન અને એકરમેન 2 રન બનાવીને ક્રિઝ પર છે. 

ભારતને પ્રથમ સફળતા

ભારતીય ટીમના સ્ટાર બૉલર ભુવનેશ્વર કુમારે ત્રીજી ઓવરમાં ટીમને પ્રથમ સફળતા અપાવી છે. 2.2 ઓવરમાં ભુવીએ નેધરલેન્ડ્સના ઓપનર વિક્રમજીત સિંહને બૉલ્ડ કર્યો, વિક્રમજીતને 9 બૉલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન જવુ પડ્યુ હતુ, ટીમનો સ્કૉર અત્યારે 3 ઓવર બાદ 1 વિકેટના નુકશાને 11 રન પર પહોંચ્યો છે, મેક્સ ઓડૉડ 9 રન અને બાસ ડી લીડે શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતને પ્રથમ સફળતા

ભારતીય ટીમના સ્ટાર બૉલર ભુવનેશ્વર કુમારે ત્રીજી ઓવરમાં ટીમને પ્રથમ સફળતા અપાવી છે. 2.2 ઓવરમાં ભુવીએ નેધરલેન્ડ્સના ઓપનર વિક્રમજીત સિંહને બૉલ્ડ કર્યો, વિક્રમજીતને 9 બૉલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન જવુ પડ્યુ હતુ, ટીમનો સ્કૉર અત્યારે 3 ઓવર બાદ 1 વિકેટના નુકશાને 11 રન પર પહોંચ્યો છે, મેક્સ ઓડૉડ 9 રન અને બાસ ડી લીડે શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

રોહિત-વિરાટ-સૂર્યાની ધમાલ

નેધરલેન્ડ્સ સામેની મેચમાં ભારતીય ટીમે 20 ઓવર રમીને 2 વિકેટના નુકશાને 179 રન બનાવ્યા હતા. મેચમાં ફરી એકવાર તાબડતોડ બેટિંગ જોવા મળી, મેચમાં રોહિત, વિરાટ અને સૂર્યાએ ધમાલ મચાવતા ત્રણેય અર્ધશતકીય ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ 53 રન, વિરાટ કોહલીએ 62 રન અને સૂર્યકુમાર યાદવે 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  

ભારતનો સ્કૉર 179

ભારતીય ટીમે 20 ઓવર રમીને માત્ર બે વિકેટો જ ગુમાવી હતી, ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટના નુકશાને 179 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન રન મશીન વિરાટ કોહલીએ 62 રન બનાવ્યા હતા. 

સૂર્યાની તાબડતોડ ફિફ્ટી

સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પોતાનો દમ બતાવ્યો છે, સૂર્યકુમાર યાદવે ઇનિંગની છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી હતી, સૂર્યકુમારે મેચમાં તાબડતોડ બેટિંગ કરતા માત્ર 25 બૉલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 51 રન બનાવ્યા હતા. 

કોહલી સતત બીજી ફિફ્ટી

ટી20 વર્લ્ડકપમાં બીજી મેચ રમી રહેલા વિરાટ કોહલીએ બીજી મેચમાં સતત બીજી ફિફ્ટી ફટકારી છે. કોહલીએ નેધરલેન્ડ્સ વિરુદ્ધની મેચમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન પુરા કર્યા હતા, આ સાથે જ કોહલીએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. 17 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 144 રન પર પહોંચ્યો છે. વિરાટ કોહલી 52 રન અને સૂર્યકુમાર યાદવ 29 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતનો સ્કૉર 100 રનને પાર 

ભારતીય ટીમનો સ્કૉર અત્યારે 100 રનને પાર પહોંચી ચૂક્યો છે, જોકે, ભારતે બે મહત્વની વિકેટો ગુમાવી દીધી છે. ટીમ ઇન્ડિયા 14 ઓવર બાદ 2 વિકેટના નુકશાને 104 રન બનાવી ચૂકી છે. વિરાટ કોહલી 30 રન અને સૂર્યકુમાર યાદવ 12 રન બનાવીને ક્રિઝ પર છે. નેધરલેન્ડ્સ તરફથી મેકેરેન અને ક્લાસેનને 1-1 વિકેટો ઝડપવામાં સફળતા મળી છે.

રોહિતની શાનદાર ફિફ્ટી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર ક્લાસ બેટિંગ કરતાં ફિફ્ટી ફટકારી હતી, રોહિત શર્માએ 39 બૉલમાં 53 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. અત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે.

ભારતને પ્રથમ ઝટકો

ઓપનિંગમાં આવેલો કેએલ રાહુલ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો છે, નેધરલેન્ડ઼સના બૉલર પૉલ વેન મેકેરને કેએલ રાહુલને 9 રનના (12) અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. 3 ઓવરના અંતે ભારત 1 વિકેટના નુકશાને 18 રન પર પહોંચ્યુ છે. અત્યારે કેપ્ટન રોહિત શર્મા 9 રન અને વિરાટ કોહલી 1 રન બનાવીને ક્રિઝ પર છે.

રોહિત-રાહુલ ક્રિઝ પર

2 ઓવરના અંતે ભારતીય ટીમે નેધરલેન્ડ્સ સામે વિના વિકેટે 9 રન બનાવી લીધા છે, હાલમાં ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 1 રન અને કેએલ રાહુલ 7 રન બનાવીને રમી રહ્યાં છે. 

ભારતીય ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

નેધરલેન્ડ્સની ટીમ 

વિક્રમજીત સિંહ, મેક્સ ઓ ડૉક, બાસ ડી લીડે, ટૉમ કૂપર, કૉલિન એકરમેન, સ્કૉટ એડવર્ડ્સ, ટિમ પ્રિન્ગલ, લૉગન વેન બીક, શારિજ અહેમદ, ફ્રેડ ક્લાસેન, પૉલ વેન મીકેરેન

ભારતે ટૉસ જીતીને લીધી બેટિંગ 

ભારતીય ટીમે મેચ સુપર 12 રાઉન્ડની 23મી મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે નેધરલેન્ડ્સની ટીમને બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. 

વરસાદ પડવાની સંભાવના

ક્રિકબઝમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, હવામાન વિભાગે બતાવ્યુ કે સિડનીમાં વરસાદનુ વાતાવરણ રહેશે, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચની ઠીક પહેલા વરસાદ પડી શકે છે. જોકે વરસાદ રોકાઇ પણ શકે છે. જો હાલમાં સિડનીના હવામાનની વાત કરીએ તો ભારતીય સમયાનુસાર, સવારે 7.30 વાગે વરસાદ પડ્યો હતો, અને બપોરે વરસાદ પડી શકે છે. 

પીચ રિપોર્ટ -

સુપર -12 રાઉન્ડના પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 200 રન ફટકારી દીધા હતા. અહીં 12 ટી20 મેચોમાં 6 વાર 190+ સ્કૉર બન્યો છે, આવામાં ભારત-નેધરલેન્ડ્સ મેચમાં પણ રનોનો ઢગલો સંભવ છે. 

ભારતીય ટીમને રહેવુ પડશે સાવધાન

નેધરલેન્ડ્સે સુપર 12 રાઉન્ડમાં પોતાની પહેલી મેચ ગુમાવી છે, તેને બાંગ્લાદેશ સામેની મેચમાં રોમાંચક રીતે હાર મળી હતી. નેધરલેન્ડ્સે માત્ર 9 રનથી હારનો સામનો કર્યો હતો. ખરેખરમા નેધરલેન્ડ મોટા ઉલટફેરમાં માહિર છે. ટી20 વર્લ્ડકપ 2009 અને 2014માં તેને ઇંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આથી ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડ્સને હલકામાં લેવાની ભૂલ ના કરવી જોઇએ.  

બન્ને ટીમની નજર જીત પર

IND vs NED Match Preview: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં આજે ભારતીય ટીમની (Team India) બીજી મેચ રમાશે. આજે બપોરે ભારતીય ટીમની ટક્કર નેધરલેન્ડ્સ (Netherlands) ટીમ સામે થવાની છે. બન્ને ટીમો સિડનીના મેદાન પર બપોરે આમને સામને થશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ભારતની નજર જીત મેળવવાની હશે. તો વળી નેધરલેન્ડ્સ પણ સુપર 12માં પોતાની પહેલી જીત માટે કોશિશ કરશે. 

ભારતની બેટિંગ શરૂ

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે.





India vs Netherlands મેચ

India vs Netherlands T20 World Cup: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો સુપર 12માં પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે, મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે નેધરલેન્ડ્સને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. ભારત આજે જો મેચ જીતી લે છે તો સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે દાવો ઠોકી દેશે. 

બ્રેકગ્રાઉન્ડ

India vs Netherlands T20 World Cup: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો સુપર 12માં પહેલીવાર આમને સામને ટકરાઇ રહી છે, મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે નેધરલેન્ડ્સને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. ભારત આજે જો મેચ જીતી લે છે તો સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે દાવો ઠોકી દેશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.